બ્રિટને ટાટા સ્ટીલ સાથે આજે ૧.૨૫ અબજ પાઉન્ડના સંયુક્ત રોકાણ પેકેજની જાહેરાત કરી હતી. આ જાહેરાત વેલ્સ સ્થિત દેશના સૌથી મોટા સ્ટીલવર્ક્સ માટે કરવામાં આવી છે. જેમાં ૫૦ કરોડ પાઉન્ડની સરકારી ગ્રાન્ટ પણ સામેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
બ્રિટનના સૌથી મોટા સ્ટીલ કારખાનામાં કામ કરતા હજારો કર્મચારીઓને રાહત આપવા અને અર્થતંત્રને મજબૂત બનાવવા જાહેર કરવામાં આવેલ આ રોકાણ યોજનાને ઇતિહાસની સૌથી મોટી સરકારી ગ્રાન્ટ માનવામાં આવી રહી છે.સાઉથ વેલ્સના પોર્ટ ટાલબોટમાં આવેલ આ સ્ટીલ કારખાનામાં ૮૦૦૦થી વધુ કર્મચારીઓ કામ કરે છે. આ ઉપરાંત પુરવઠા શ્રેણીથી સંકળાયેલ પ્રવૃત્તિઓમાં પણ ૧૨૫૦૦થી વધુ લોકો કામ કરે છે.
Read Saurashtra Kranti E-Paper here
બ્રિટિશ સરકારના વ્યવસાય અને વેપાર વિભાગના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવમાં ૫૦૦૦થી વધુ લોકોની રોજગારીને સુરક્ષિત રાખવાની ક્ષમતા છે.વેપાર પ્રધાન કેમી બેડનોશે જણાવ્યું હતું કે બ્રિટિશ સરકાર સ્ટીલ સેક્ટરને સમર્થન આપી રહી છે અને આ પ્રસ્તાવ વેલ્સમાં સ્ટીલનું ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here