વડોદરામાં પતિએ પત્નિને વોટ્સએપ પર તલાક આપતા ફરિયાદ

વડોદરા શહેરમાં બહેનના કહેવાથી ભાઇએ તેની પત્નીને માર મારીને વોટ્સએપ પર તલાક આપી દીધાનો એક કિસ્સો મહિલા પોલીસ મથકમાં આવ્યો છે. મહિલા પોલીસ મથકમાં પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પતિ સહિત સાસરીયાઓ બળજબરીથી ભૂવા પાસે લઇ જવા માંગતા હતા, પરંતુ, ભૂવા પાસે જવાનો ઇક્ધાર કરતા પતિએ માર મારી વોટ્સએપ ઉપર તલાક આપી દીધા હતા.

વડોદરા શહેરના બાવામાનપુરામાં રહેતા અબ્દૃુલહમીદ કાલુભાઇ લાખાવાલાના નિકાહ વર્ષ-૨૦૧૬માં અલીના (નામ બદૃલ્યું છે)સાથે થયા હતા. નિકાહ ૨૦૧૬માં અબ્દૃુલહમીદ કાલુભાઇ લાખાવાલા સાથે થયા હતા. નિકાહ પછી અલીના પતિના સંયુક્ત કુટુંબમાં રહેવા ગઈ હતી. નિકાહના બે મહિના સુધી પતિએ તેમજ સાસરિયાઓએ અલીનાને સારી રીતે રાખી હતી, ત્યારબાદ બહેનની ચઢામણીને કારણે પોતાનું પોત પ્રકાશ્યું હતું. પતિ અબ્દૃુલહમીદ નાની-નાની વાતમા ઝઘડો કરી માર મારતો હતો.

નણંદ જોહરાબાનું ભૂવા જાગરિયાનું કામ કરતી હતી. અને તેણીને ભૂવા જાગરિયા ઉપર શ્રદ્ધા હતી, જેથી જોહરાબાનું અલીનાને ભૂવા પાસે જવા માટે દબાણ કરતી હતી, ત્યારે અલીનાએ ભૂવા પાસે જવાનો ઇક્ધાર કરતા પતિ સહિત ઘરમાં તમામ સભ્યોએ ભેગા મળી મૂઢ માર માર્યો હતો.

ગત ૧૫ ઓક્ટોબરના રોજ અબ્દૃુલહમીદે વકીલ ઇસ્તીયાઝ હુસેન દ્વારા વોટ્સએપ ઉપર અલીનાને તલાકનામું ટાઈપ કરી તલાક આપી દીધા હતા. જેથી અલીનાએ પતિ અબ્દૃુલહમીદૃ, દિયર ગુલામનબી ઉર્ફે લાલા, નણંદ જોહરાબાનું, જેઠ ઇબ્રાહિમ, જેઠાણી ફરીદા અને ભત્રીજા મોહંમદ મતીન વિરૂદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તાપસ હાથ ધરી છે. જોકે હવે ત્રિપલ તલાકના કાયદૃાને સરકાર દ્વારા નાબૂદ કરી દેવામાં આવ્યો છે.