પોલીસ લોકઅપમાં આરોપીઓનું શુટિંગ કરવા બદલ યુવતી સામે નોંધાયો ગુનો

વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં વીડિયો શુટીંગ કરતી એક યુવતી સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ કિસ્સામાં મળતી માહિતી પ્રમાણે ફતેગંજ પોલીસે છેતરિંપડીના કેસમાં નટુભાઈ ડાભી, કૌશિક ડાભી અને સાહેબરાવ સોનવણેની અટકાયત કરી હતી. આ વખતે એક યુવતી લોક અપ તરફ ગઇ હતી અને આરોપીઓ સાથે વાતચીત કરતી હતી.

પોલીસને શંકા જતા યુવતીનો મોબાઈલ ચેક કરતા તેના મોબાઈલ મા છેતરિંપડીના કેસમાં અટકાયત કરેલા આરોપીઓનું ૧ મિનિટ ૫૨ સેકન્ડનું વીડિયો રેકોર્ડિંગ મળી આવ્યું હતું. પોલીસે રૂપાલી સંદૃીપ સોનવણે સામે પ્રતિબંધિત વિસ્તારમાં વિડિયો રેકોર્ડિંગ કરવા બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથઘરી છે.

ફતેગંજ પોલીસ મથક મા અગાઉ પણ લોકઅપમાં આરોપીઓનું વીડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું હતું. તેવા જ ઇરાદાથી આ યુવતીએ વીડિયો રેકોર્ડિંગ કર્યું હોવાની સ્પષ્ટતા થતાં ફતેગંજ પોલીસે પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર વીડિયો રેકોર્ડિંગ કરીને પોલીસ સ્ટેશનની આરોપી સાથે સંકળાયેલી ગુપ્ત કામગીરી સોસિયલ મીડિયામાં સહિતના મુદ્દે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અધિનિયમ એક્ટ મુજબ ગુનો નોંધીને યુવતીની અટકાયત કરી છે.