સુરતમાં મહિલા કોર્પોરેટર કોરોનાને ભૂલી ગરબે ઘૂમ્યા

સુરત શેહર સહિત ગુજરાતમાં નવરાત્રિ પર પ્રતિબંધ છે. ત્યારે સુરતમાં મહિલા કોર્પોરેટર રૂપલ શાહ ગરબે રમતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. યોગ ગરબાના આયોજનમાં હાજર રહેલા કોર્પોરેટરનું માસ્ક પણ ગળા પર લટકાવેલું હતું. જ્યારે તેમની સાથે ગરબા કરતા કટલાકે માસ્ક પણ ન પહેર્યું હોવાનું ફેસબૂકમાં લાઈવ થયેલા વીડિયોમાં નજરે પડે છે. ગુજરાતમાં સૌથી વધુ ઉત્સાહથી ઉજવાતા નવરાત્રિ પર્વ પર કોરોનાના કારણે સરકાર દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

મહિલા કોર્પોરેટર અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન રહી ચૂકેલા રૂપલ શાહે નારી સંરક્ષણ ગૃહમાં યોજાયેલા યોગ ગરબાના આયોજનમાં ગરબે ઘૂમતા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઝુમ એપ પર નારી સંરક્ષણ ગૃહની બહેનોના ગરબા યોજાયા હતા. જેમાં કેટલાકે માસ્ક પણ પહેર્યા ન હતા. જ્યારે ખુદ કોર્પોરેટરનું માસ્ક ગળા પર લટકાવેલું હતું. આ ગરબાના કારણે માસ્ક નહીં પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવવા અને પાંચથી વધુ લોકોને ભેગા કરવા સહિતના જાહેરનામાનો ભંગ થતો નજરે પડી રહૃાો છે. કોર્પોરેટર રૂપલ શાહે જણાવ્યું હતું કે, નારી સંરક્ષણ ગૃહની બહેનો માટે યોગ-પાવર ગરબાનું આયોજન કરાયું હતું.

જે સર ઝૂમ પર ટ્રેનીંગ માટે આવ્યા હતા તે કોવિડ હોસ્પિટલોમાં પણ તાળીઓના કારણે થતા લાભને લઈને ટ્રેનીંગ પણ આપી આવ્યા છે. આ લાઈવ થયું તેમાં વિદેશના લોકો જોડાયા હતા. જેને જે વિચાર કરવો હોય તો વિચારે, ચૂંટણી આવે અટલે આવું ચાલવાનું જ છે. બધાએ માસ્ક પહેર્યું હતું. સરના પણ માસ્ક પહેર્યા હોવાની તસવીરો છે. જોકે, ગરબા સમયે પરસેવો થતા માસ્ક ઉતર્યા હતા.