નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે આપઘાત કરી લેતા ચકચાર

સ્યુસાઇડ નોટ મળી,ઉચ્ચ અધિકારીઓ ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

રાજ્યમાં આજકાલ મહિલાઓને પુરુષ સમોવડી માનવામાં આવે છે, પરંતુ દરેક જગ્યાએ તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહૃાો છે. ત્યારે હાલ નવસારી સિવિલ હોસ્પિટલની નર્સની એક ઘટના સામે આવી છે. નવસારી સિવિલને લઈને અગત્યના સમાચાર મળી રહૃાા છે. નવસારી સિવિલની નર્સે હાલ આપઘાત કરી લીધો છે. નર્સે આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ પણ લખી છે, જેમાં તેણે સિવિલના ઉચ્ચ અધિકારીઓનો ત્રાસ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. સ્યુસાઈટ નોટમાં મેટર્ન અને સિવિલ સર્જન પર મોટા આરોપ પણ મૂક્યા છે. પોતાની દીકરીએ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓના કારણે આપઘાત કરતા મૃત્તકના પરિજનોએ પણ આરોપ લગાવ્યો છે. વિજલપોર પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો પ્રમાણે વિજલપોરમાં જલારામ સોસાયટીમાં રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી ૨૮ વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો છે. આ અંગે જાણ થતા વિજલપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. હાલ, તો મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. પોલીસ તપાસ પછી આપઘાતનું કારણ સામે આવી શકે છે.

નવસારી નર્સ આપઘાત પ્રકરણમાં ૨૮ વર્ષીય નર્સે ડિપ્રેશનમાં આત્મહત્યા કર્યા હોવાનું બહાર આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો પરિવારજનો પણ આક્ષેપ કરી રહૃાા છે. મેઘાએ આત્મહત્યા કરતા પહેલા એક સ્યુસાઈટ નોટ લખી છે. હાલ વિજલપોર પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી છે. સ્યુસાઈડ નોટમાં મેટર્ન તારા અને સિવિલ સર્જન દૃુબેના નામ હોવાનો પરિવારે ઘટસ્ફોટ કર્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.