સુરતની યુવતીને ઈન્સ્ટાગ્રામ પર મળેલા બોટાદના પ્રેમીએ ભોગવીને તરછોડી દીધી

RAP-JAMNAGAR-જામનગર
RAP-JAMNAGAR-જામનગર

ઈન્ટરનેટના જમાનામાં હવે પ્રેમ પણ ઈન્સ્ટન્ટ થવા લાગ્યો છે. એકબીજાને ક્યારેય મળ્યા ના હોય, જાણતા ના હોય તેવા લોકોને પણ એકબીજા સાથે માત્ર સોશિયલ મીડિયા પર ફોટા જોઈને પ્રેમ થઈ જતો હોય છે. જોકે, આ પ્રેમમાં ઘણીવાર દગો પણ મળતો હોય છે, અને તેમાં મોટાભાગે તો છોકરીઓને જ પસ્તાવાનો વારો આવતો હોય છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે, જેમાં ૨૦ વર્ષની યુવતીને ઈન્સ્ટાગ્રામ પર મળેલો પ્રેમી લગ્નની લાલચ આપી તેની સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધી તરછોડી ગયો છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, એક સમયે સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષની રેખા (નામ બદૃલ્યું છે)ને ઈન્સ્ટાગ્રામ પર નિલેશ ભોજૈયા નામના એક શખ્સ સાથે સંપર્ક થયો હતો. બંને એકબીજા સાથે ચેટીંગ પણ કરવા લાગ્યા હતા, અને તેમના સંબંધો ગાઢ બન્યા હતા. તેવામાં નિલેશે થોડા પરિચય બાદ રેખાને ફ્રેન્ડશિપ માટે પ્રપોઝ કર્યું હતું. જોકે, રેખાએ જો તે લગ્ન કરવા ઈચ્છતો હોય તો જ આ સંબંધ આગળ વધારીએ તેવી વાત કરી હતી, અને તેના પર નિલેશ પણ સહમત થયો હતો.

આમ, નિલેશ પોતાની સાથે લગ્ન કરવાનો છે તેવું માની બેઠેલી રેખાએ તેને પોતાનો ફોન નંબર પણ આપી દીધો હતો, અને બંને વચ્ચે વ્હોટ્સએપ પર ચેટીંગ તેમજ વિડીયો કોલ પણ શરુ થઈ ગયા હતા. બંનેએ એકબીજાને મળવાનું પણ નક્કી કર્યું હતું અને તેઓ ચોપાટી પર મળવા પણ પહોંચ્યા હતા, અને ત્યારબાદ ગળતેશ્ર્વર મહાદેવ મંદિર પણ ગયા હતા. આ ઘટનાના થોડા દિવસ બાદ એક દિવસ નિલેશ રેખાના ઘરે પહોંચી ગયો હતો, અને હવે લગ્ન થવાના જ છે તો શારીરિક સંબંધ બાંધવામાં શું વાંધો છે તેમ કહી રેખા સાથે સંબંધ બાંધ્યા હતા.

બાદમાં રેખા અને નિલેશ વચ્ચે અનેકવાર શારીરિક સંબંધ બંધાયા હતા. આ દરમિયાન રેખાને એમ જ હતું કે નિલેશ તેની સાથે લગ્ન કરવાનો છે. જોકે, એક દિવસ તે વ્હોટ્સએપ પર નિલેશ સાથે વિડિયો કોલ પર વાત કરી રહી હતી ત્યારે તેના ભાઈએ બંનેને વાત કરતા જોઈ લેતા રેખાના પરિવારજનોને આ સંબંધો અંગે જાણ થઈ ગઈ હતી. તેવામાં રેખાએ નિલેશને હવે આપણે જલ્દૃી લગ્ન કરી લેવા પડશે તેવી વાત કરતા નિલેશે ગોળ-ગોળ જવાબ આપવાના શરુ કર્યા હતા.

જોકે, રેખાના માતાપિતાને આ અંગે જાણ થતાં તેઓ તેને લેવા માટે પહોંચ્યા હતાં, અને રેખાએ પણ તેમની સાથે જવાની તૈયારી બતાવી હતી. માતાપિતાએ િંહમત આપતા રેખાએ નાના વરાછામાં રહેતા નિલેશ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.