CM ભૂપેન્દ્ર પટેલ આજથી દિલ્હીના પ્રવાસ:વાઈબ્રન્ટ સમિટ કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં આપશે હાજરી

CM ભૂપેન્દ્ર પટેલ આજથી દિલ્હીના પ્રવાસ:વાઈબ્રન્ટ સમિટ કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં આપશે હાજરી
CM ભૂપેન્દ્ર પટેલ આજથી દિલ્હીના પ્રવાસ:વાઈબ્રન્ટ સમિટ કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં આપશે હાજરી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ દિલ્હીના પ્રવાસે જશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે એટલે કે શુક્રવારે વાઈબ્રન્ટ સમિટ કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં નાણા અને ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કુટિર ખાદી અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત સચિવો હાજર રહેશે. 

Visit Saurashtra Kranti Homepage here

એસ.જે હૈદર વાઈબ્રન્ટ ગુજરાત સમિતનું આપશે પ્રેઝન્ટેશન

આ ઉપરાંત કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં કેન્દ્ર અને ગુજરાતના મહાનુંભાવો, રાજદ્વારીઓ તથા ઉદ્યોગપતિઓ હાજર રહેશે. આ કાર્યક્રમ બે ભાગમાં યોજાશે. જેમાં પ્રથમ કર્ટેન રેઈઝર ઈન્ટરેક્ટિવ સેશન અને ત્યારબાદ મિશનના વડાં સાથે ઈન્ટરેક્શન થશે. આ દરમિયાન ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે હૈદર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિત અંગેનું પ્રેઝન્ટેશન આપવામાં આવશે. 

Read National News : Click Here

સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે સંબોધન

આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિઓ ગુજરાતના તેમના અનુભવો અંગે વાતચીત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં સંબોધન કરશે. સાથે જ ગુજરાત સરકારના મુખ્ય સચિવ રાજકુમાર પણ સંબોધન કરશે. રેઈઝર કાર્યક્રમ બાદ CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજશે. આ દરમિયાન કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર પણ તેમની સાથે હાજર રહેશે.  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here