હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ખાતે ભુતપૂર્વ વિદ્યાર્થીઓનો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો

હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ખાતે ભુતપૂર્વ વિદ્યાર્થીઓનો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો
હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ખાતે ભુતપૂર્વ વિદ્યાર્થીઓનો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો
હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ભુતપૂર્વ વિદ્યાર્થી મંડળ રાજકોટનાં બંધારણ મુજબ દર વર્ષે પચ્ચીસમી ડિસેમ્બરે વાર્ષિક સ્નેહ મિલન સમારોહ અને ભુતપૂર્વ વિદ્યાર્થીઓનાં તેજસ્વી બાળકો નો શૈક્ષણિક ક્ષેત્રે ડીસ્ટીન્કસન  માર્કસ સાથે પાસ થયેલાનું સન્માન અને સરકારી નોકરીઓમાં મેળવેલ નિમણૂક માટેનો ભવ્ય કાર્યક્રમ હરભમજી રાજ ગરાસીયા છાત્રાલય ખાતે સંસ્થાના મોભી અને બોર્ડિંગના ભુતપૂર્વ ગૃહપતિ અને બોર્ડિંગ માટેના આજીવન ભેખધારી એવાં પરમ પ્રવિણસિંહજી સોળીયાના પ્રમુખ સ્થાને યોજાય ગયો.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમમા ફક્ત ભુતપૂર્વ વિદ્યાર્થીઓ માટે જ આ વખતે હતો. ભુતપૂર્વ વિદ્યાર્થી મંડળની સ્થાપના બોર્ડિંગ નાં વિકાસ માટે શક્ય એટલું મદદરૂપ થવું અને ભુતપૂર્વ વિદ્યાર્થી એકબીજાને ઓછામાં ઓછું વરસમાં એક વાર મળેએ આશયથી કરવામાં આવી છે.કાર્યક્રમમા હાથ ઉપર સોલાર પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી. બોર્ડિંગના પ્રમુખ ઠાકોર માંધાતાસિંહજી ઓફ રાજકોટે હાલના સમયમાં બહાર વસતા સમાજના ભાઈઓ નાં બાળકોની જરુરીયાતને ધ્યાનમાં લઇ છાત્રાલયમાં વધારે સગવડ ઉભી કરવા માટે વચ્ચેના બિલ્ડિંગ ઉપર હાલ એક માળ તાત્કાલિક ધોરણે બનાવવાની વાત કરી એની સંપૂર્ણ જવાબદારી પોતે લેવાની બાંહેધરી આપી.

આ કાર્યક્રમમાં બોર્ડિંગના ટ્રસ્ટીઓ યુવરાજ સિંહ જાડેજા ચાંપાબેડા, નિર્મળ સિંહ સરવૈયા છત્રાસા, આર.એમ.જાડેજા નાનાં મોવા, હરિશ્ચંદ્ર સિંહ જાડેજા માખાવડ, પરબત સિંહ જાડેજા સુકી સાજડીયાળી, દૈવત સિહજી જાડેજા ચાંદલી , દેવેન્દ્રસિંહ જાડેજા સોળીયા, ગૃહપતિ રણવીર સિંહ જાડેજા ઉપરાંત સંસ્થાનાં દાતાઓ દિગ્વિજયસિંહ જાડેજા નાના મોવા, અજીત સિંહ જાડેજા ભુણાવા, આર.એમ.જાડેજા નાના મોવા, નરવીરસિંહ ઝાલા રંગપર બેલા હાલ મુંબઈની વિશેષ ઉપસ્થિતિ હતી. આ ઉપરાંત ઈન્દ્ર સિંહજી જાડેજા રીબડા, એન.ડી.જાડેજા રાજપરા, મહાવીરસિંહ જાડેજા ચાંદલી, ડો.મયુરસિંહ જાડેજા ચાંદલી, પૃથ્વીરાજસિંહ ઝાલા, કિશોરસિંહ જાડેજા રાવકી, પ્રદ્યુમનસિંહ જાડેજા માખવડ, આર.ડી.જાડેજા છેલ્લીઘોડી, જે.બી.જાડેજા સૂકી સાજડીયાળી, લઘુભાબાપુ પડવલા, ભૂપતસિંહ જાડેજા ઢાંઢલી, ચંદ્રસિંહ જાડેજા ઢાંઢલી, રામદેવસિંહ ઝાલા રતનપર, મહાવીરસિંહ ઝાલા રતનપર, બળદેવસિંહ જાડેજા રીબડા, બી.બી.જાડેજા રાજપરા, ખોડુભા જાડેજા અગા પીપળીયા, અશોકસિંહ જાડેજા પાનેલી, બળુભા જાડેજા નગડિયા, રઘુવીરસિંહ વાળા સાતવડી, રણજીતસિંહ જાડેજા લોધીકા તથા બહેનો અને માતાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન  સોલાર પ્રોજેક્ટ માટે  આશરે  રૂપિયા  5,00,000 વિવિધ  દાતાઓ તરફથી મળેલ અને રૂપિયા 4,00,000નું અનુદાન એક રૂમ માટે ભાઈ નરવીરસિંહ ઝાલા રંગપર બેલા હાલ મુંબઈ તરફથી પ્રાપ્ત થયેલ છે.

Read National News : Click Here

કાર્યક્રમ ને સફળ બનાવવા માટે દૈવતસિંહ ચાદલી, દેવેન્દ્રસિંહ સોળીયા, નિર્મળ સિંહ સરવૈયા છત્રાસા, દેવેન્દ્ર સિંહ ગોહિલ કુકડ, હસમુખ સિંહ વડાળી, ગ્રુહપતિ રણવીર સિંહ જાડેજા,  દિગ્વિજયસિંહ ચુડાસમા, પરાક્રમ સિંહ વિરવા, વિરમદેસિંહ ચુડાસમા, ચંદ્ર સિંહ રાજપર, અનિરુદ્ધ સિંહ વડાળી, ઋષિપાલસિંહ ગોહિલ મોટા ઉમરડા,  હિતેન્દ્ર સિંહ જાડેજા પડાણા, કુવરસિંહ રાયજાદા, રવિરાજસિંહ મુળી તથા છાત્રાલયના વિધાર્થીઓ વિગેરે એ ખાસ જહેમત ઉઠાવી હતી. સમુહ ભોજન સાથે કાર્યક્રમની પુર્ણાહુતી થઈ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here