સુરત શિક્ષણ સમિતિમાં નવા સત્રથી તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવા નિર્ણય

સુરત શિક્ષણ સમિતિમાં નવા સત્રથી તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવા નિર્ણય
સુરત શિક્ષણ સમિતિમાં નવા સત્રથી તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવા નિર્ણય
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજની સામાન્ય સભામાં 920 કરોડના બજેટને બહાલી આપવામાં આવી હતી. વિપક્ષના અનેક વિરોધ વચ્ચે બજેટને બહાલી આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

શિક્ષણ સમિતિના 800 કરોડના બજેટમાં 120 કરોડનો વધારો કરીને 920 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. બજેટમાં શાસકોએ  નવા સત્રથી તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવા નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ધોરણ-6માં સ્કૂલમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તરીકે સાયકલ આપવાનો નિર્ણય કર્યો છે.સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે બજેટ ની ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત ના પ્રાથમિક કેળવણી ફંડનાં આવક અને ખર્ચનું 2023-24 નું વધારા-ઘટાડા સાથેનું સુધારેલ અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટને શાસકોએ વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે સર્વાંગી વિકાસનું બજેટ ગણાવ્યું હતું. જ્યારે વિપક્ષે આ બજેટમાં રજૂ  કરવામાં આવેલા ફંડનો ઉપયોગ પુરેપુરો કરવા સાથે સાથે શિક્ષણ સમિતિની શાળામાં સ્ટાફની અછત છે તે પુરી કરવા માટેની માગણી કરી હતી. આ ઉપરાંત બજેટમાં રહેલી ક્ષતિઓ દુર કરવા માટે માગણી કરી હતી.

શિક્ષણ  સમિતિના ભાજપ શાસકોએ બજેટમાં ખાસ જોગવાઈ કરતાં જણાવ્યું હતું કે, આવતા વર્ષે નવી ટર્મ શરુ થશે ત્યારે ધોરણ 1થી 8 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને બુટમોજા, ગણવેશ સાથે સાથે હવે સ્કુલ બેગ પણ આપવામા આવશે આ માટે બજેટમાં પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામા આવી છે. આ ઉપરાંત ધોરણ-6 માં જે વિદ્યાર્થી સ્કુલમાં પ્રથમ આવશે તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ તરીકે સાયકલ આપવામાં આવશે. શિક્ષણ સમિતિની 320 શાળા માટે સાયકલ આપવા માટે નિર્ણય કરવામા આવ્યો છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટની ખાસ સામાન્ય સભામાં મેન પાવર સપ્લાય કરતી એજન્સી ભ્રષ્ટાચાર કરે છે તેવો વિપક્ષનો આક્ષેપ સામે શાસકો ઉગ્ર બની ગયા હતા અને વિપક્ષને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી અને મેન પાવર સપ્લાય કરનારી એજન્સી ના શાસકોએ બચાવ કર્યો હતો. 

Read National News : Click Here

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટની સામાન્ય સભામાં વિપક્ષના સભ્ય રાકેશ હીરપરાએ પાલિકામાં કર્મચારી સપ્લાય કરનાર એજન્સી દ્વારા કર્મચારીઓને 10,500 પગાર આપવામાં આવે છે પરંતુ સમિતિ પાસેથી 19500 વસુલે છે આવું કરીને ભ્રષ્ટાચાર કરે છે તેવો આક્ષેપ કરતાની સાથે જ શાસક પક્ષના સભ્યો આક્રમક બની ગયા હતા. તેઓએ એજન્સી ની તરફેણ કરીને કોઈ ભ્રષ્ટાચાર થયો નથી તેવી દલીલ કરવા સાથે વિપક્ષ ને સસ્પેન્ડ કરવા માટેની માગણી કરી હતી.2024-25નાં ડ્રાફટ બજેટની જોગવાઈશિક્ષકોની ઘટ ન પડે તે માટે બજેટમાં શિક્ષકોના પગારની જોગવાઈ 18 કરોડ કરેલ છે. વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાને રાખી વિદ્યાર્થી ગણવેશની જોગવાઈ 15 કરોડ કરવામાં આવેલ છે. દરેક શાળામાં ધોરણ 6 માં પ્રથમ ક્રમ મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીને પ્રોત્સાહન રૂપે અને પર્યાવરણ અને તંદુરસ્તી માટે ઈનામ રૂપે નવી સાઈકલ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. તેની આ વર્ષથી શરૂઆત કરવામાં આવનાર છે.શાળાનાં મકાનભાડામાં 104 કરોડ 90 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. સુરત મહાનગર પાલિકા તરફથી. 2010-13 વર્ષો દરમિયાન 22 શાળાઓનો કબજો સોંપવા આવેલ છે. જેનું મકાન ભાડું 31-3-23 સુધીનું 90 કરોડ જેટલુ ચુકવવાનું બાકી હોય જેની જોગવાઈ કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here