સુરતનું ડ્રીમ પ્રોજેક્ટ એવા ડુમસ સી ફેઈઝનું રવિવારે ખાત મુર્હુત કરાશે

સુરતનું ડ્રીમ પ્રોજેક્ટ એવા ડુમસ સી ફેઈઝનું રવિવારે ખાત મુર્હુત કરાશે
સુરતનું ડ્રીમ પ્રોજેક્ટ એવા ડુમસ સી ફેઈઝનું રવિવારે ખાત મુર્હુત કરાશે
સુરત શહેરના તથા દેશ વિદેશના સહેલાણીઓ માટે અતિપ્રિય મનોરંજન અને આકર્ષિત તેમજ કુદરતનું એકદમ નજીકથી સાનિધ્ય અનુભવી શકાય તેવુ અતિ નયનરમ્ય પ્રાકૃતિક થીમ પાર્ક/ઇકો ટુરિઝમ પાર્ક તૈયાર કરી તેનો બાળકો તેમજ વયસ્કો સુધીના તમામ વયના લોકો મનોરંજનનો લાભ લઈ શકે તે હેતુસર ડુમસ દરિયા કિનારાને અદ્યતન પર્યટન સ્થળ તરીકે ઇકો ટુરિઝમ પાર્કનું આયોજન કરાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

તેનું ખાત મુર્હૂત આગામી રવિવારે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત સ્મીમેર હોસ્પીટલના વિસ્તૃતિકરણનું આયોજન કરવામાં આવ્યું છે. તેનું ખાતમુર્હુત પણ રવિવારે કરવામાં આવશે.સુરતના હરવા ફરવાનું સુરતીઓના માનીતું એવા ડુમસ ડેવલપ કરવા માટે લાંબા સમયથી આયોજન થતું હતું. પરંતુ આ પ્રોજેક્ટ ફાઈલની બહાર આવતો જ ન હતો. જો કે, હાલમાં આ પ્રોજેક્ટ માટે સરકાર સાથે સંકલન થતાં આ પ્રોજેક્ટ ફાઇલમાંથી બહાર આવ્યો છે. આગામી રવિવારે આ પ્રોજેક્ટનું ખાતમુર્હુત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવે તેવી શક્યતા છે. 

આ પ્રોજેક્ટમાં આધુનિક એમ્યુઝમેન્ટ અને ઇકો ટુરિઝમ પાર્ક આ પ્રોજેકટને 4 ઝોનમાં વહેચવામાં આવ્યા છે. જેમાં ઝોન-1 અર્બન ઝોન, ઝોન-2 પબ્લીક સ્પેસ–ઈકો ઝોન, ઝોન-3 ફોરેસ્ટ-ઈકો ટુરીઝમ અને વેલનેસ ફેસેલીટી અને ઝોન-4 ડુમસ પોર્ટ અને જેટીસનો પુનઃવિકાસ તથા યાચ ઝોનમાં નયનરમ્ય પ્રાકૃતિક થીમ પાર્ક, ઇકો ટુરિઝમ પાર્ક ચારથી પાંચ વર્ષની તબકકાવાર પ્રક્રિયામાં બનાવવાનું આયોજન છે. 

Read National News : Click Here

આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓના ભારણને પહોંચી વળવા માટે, NMC (નેશનલ મેડીકલ કમિશન) ની ગાઈડલાઈન અને સ્મીમેર અન્ય ફંકશનલ જરૂરિયાતોને આધીન, સ્મીમેર કેમ્પસ ખાતે અંદાજે 600 બેડની ક્ષમતા ધરાવતો નવો હોસ્પીટલ (ED-1) બ્લોક તથા લેકચર થિયેટર અને વિવિધ ઓ.પી.ડી ધરાવતો નવો એજયુકેશનલ (ED-2) બ્લોક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજે્કટનું ખાત મુર્હૂત રાજ્ય સરકારના મંત્રી કનુ દેસાઈના હસ્તે રવિવારે કરવામાં આવે તેવું આયોજન થઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here