સર્જરી પહેલાંના કોમ્‍પ્‍લિકેશનથી દર્દીના મૃત્‍યુ માટે ડોક્‍ટર જવાબદાર નહીં

સર્જરી પહેલાંના કોમ્‍પ્‍લિકેશનથી દર્દીના મૃત્‍યુ માટે ડોક્‍ટર જવાબદાર નહીંસર્જરી પહેલાંના કોમ્‍પ્‍લિકેશનથી દર્દીના મૃત્‍યુ માટે ડોક્‍ટર જવાબદાર નહીં
સર્જરી પહેલાંના કોમ્‍પ્‍લિકેશનથી દર્દીના મૃત્‍યુ માટે ડોક્‍ટર જવાબદાર નહીં
ગુજરાત હાઇકોર્ટના જસ્‍ટિસ સંદીપ એન. ભટ્ટે ડોક્‍ટરોને રાહતરૂપ એક ચુકાદો આપતાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં ઠરાવ્‍યું છે કે,સર્જરી કરતાં પહેલાંના કોઇ કોમ્‍પ્‍લિકેશન્‍સના પગલે દર્દીનું મૃત્‍યુ થાય તો એ માટે ડોક્‍ટરને આઇપીસીની ધારા 304A(બેદરકારીથી મૃત્‍યુ નિપજાવવા)ના જવાબદાર ઠરાવી શકાય નહીં.

Visit Saurashtra Kranti Homepage here

પ્રસ્‍તુત કેસમાં હાઇકોર્ટે ચાંદખેડા પોલીસ સ્‍ટેશનમાં ૯ વર્ષ પહેલાં ડોક્‍ટર વિરુદ્ધ નોંધાયેલી જ્‍ત્‍ય્‍ સહિતની ફોજદારી કાર્યવાહીને રદ કરવાનો હુકમ કર્યો છે.પ્રસ્‍તુત કેસમાં અરજદાર વિનોદકુમાર ચંદનલાલ ગૌતમે હાઇકોર્ટમાં ક્‍વોશિંગ પિટિશન દાખલ કરી હતી. જેમાં તેમની વિરુદ્ધ ચાંદખેડા પો.સ્‍ટે.માં નોંધાયેલી ફરિયાદ સહિતની કાર્યવાહીને રદ કરવાની માગ કરાઇ હતી. તેમના તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે,શ્નઅરજદારે કોઇ બેદરકારીભર્યું કૃત્‍ય કર્યું જ નથી. મૃતક મહિલા સ્‍પાઇનની સર્જરી માટે અરજદારની હોસ્‍પિટલમાં દાખલ થયા હતા અને એનેસ્‍થેટિક ડોક્‍ટરે મેડિકલ પેપર્સ ચકાસ્‍યા બાદ દર્દીને એનેસ્‍થેસિયા આપીને ઓપરેશન કરવાનો અભિપ્રાય આપ્‍યો હતો. જોકે ડોક્‍ટર સર્જરી કરે એ પહેલાં એનેસ્‍થેસિયા આપ્‍યાના બાદ દર્દીને શ્વાચ્‍છોશ્વાસમાં તકલીફ શરૂ થઇ હતી. તેથી તેને ICUના અદ્યતન સુવિધા ધરાવતી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા, જયાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્‍યુ થયું હતું.

PM રિપોર્ટમાં પણ સ્‍પષ્ટ થયું હતું કે મહિલા દર્દીનું મૃત્‍યુ રેસ્‍પિરેટરી અરેસ્‍ટના પગલે થયું હતું, નહીં કે સર્જરી દરમિયાનના કોમ્‍પ્‍લિકેશનના લીધે. અરજદાર ડોક્‍ટર દ્વારા સર્જરી પહેલાંની તકલીફોને જોતા સર્જરી કરવામાં જ આવી નહોતી અને ભ્‍પ્‍ રિપોર્ટમાં પણ સર્જરી કરાયાના કોઇ નિશાન નથી. આ મામલો કમિટી સમક્ષ ગયો હતો અને એમણે પણ ડોક્‍ટર તરફથી કોઇ બેદરકારી થઇ હોવાનો અભિપ્રાય આપ્‍યો નથી. તેથી અરજદારની બેદરકારીના લીધે દર્દીનું મોત થયું હોવાનું ઠરાવી શકાય નહીં.ઙ્ખ બીજી તરફ ફરિયાદી તરફથી ડોક્‍ટરને બેદરકારી માટે જવાબદાર ગણી તેમની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવાની માગ કરી હતી.બંને પક્ષોની રજૂઆત અને આવા સંદર્ભોમાં સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાને ધ્‍યાનમાં લેતાં જસ્‍ટિસ ભટ્ટે ઠરાવ્‍યું હતું કે,આ કેસના તમામ તથ્‍યો અને વિવિધ ચુકાદાને ધ્‍યાનમાં લેતાં પ્રથમદર્શીય એવું જણાય છે કે અરજદાર દ્વારા કોઇ સજાપાત્ર બેદરકારી દાખવાઇ નથી. એ તથ્‍ય પણ નિર્વિવાદ છે કે એવો કોઇ આક્ષેપ કરવામાં આવ્‍યો હોય કે અરજદાર દ્વારા સર્જરી કે ઓપરેશન કરાયું હોય અને એ દરમિયાન દર્દીનું મોત થયું હોય. ઉલટાનું દર્દીને એનેસ્‍થેસિયા અપાયા બાદ તકલીફ શરૂ થઇ હતી. તેથી જો કોઇ થોડી ઘણી બેદરકારી હોય તો એ એનેસ્‍થેટિસ્‍ટના ભાગે જાય. અરજદારને ફોજદારી કાયદા હેઠળ જવાબદાર ઠરાવી શકાય નહીં.

Read National News : Click Here

IPCની ધારા 304A હેઠળ બેદરકારીના લીધે મૃત્‍યુ નિપજાવવાનો ગુનો બને છે. જોકે મેડિકલ પ્રોફેશનલ વિરુદ્ધ આ ધારા લગાડવા પૂર્વે તમામ આધાર-પુરાવા અને તથ્‍યોને ચકાસવા પડે. સુપ્રીમના બોમ્‍બે હોસ્‍પિટલ વર્સિસ આશા જયસ્‍વાલના કેસમાં ઠરાવાયું છે કે મેડિકલ બેદરકારીના મામલે જેકોબ મેથ્‍યુના કેસમાં સ્‍પષ્ટતા થયેલી છે અને એ મુજબ કોઇ સામાન્‍ય ભૂલ કે અકસ્‍માતને મેડિકલ પ્રોફેશનલની બેદરકારીનો પુરાવો ગણી શકાય નહીં. દરેક એવા કેસ કે જયા સારવાર સફળતાપૂર્વક ન થાય અને સર્જરી દરમિયાન દર્દીનું મોત થાય તેને આપમેળે મેડિકલ પ્રોફેશનલની બેદરકારી ગણી લેવાય નહીં.અરજદાર ઓર્થોપેડિક સર્જન છે અને મહિલા દર્દીની સ્‍પાઇનની સર્જરી કરવાના હતા. તે પહેલાં દર્દીને એનેસ્‍થેસિયા આપવામાં આવ્‍યું હતું અને એ સમયે તેને કોમ્‍પ્‍લિકેશન્‍સ થયા હતા.

અરજદાર અને એનેસ્‍થેટિસ્‍ટે મહિલાને કાર્ડિયો વાસ્‍ક્‍યુલર મસાજ આપ્‍યો હતો અને ત્‍યારબાદ તેના કુટુંબને જાણ પણ કરી હતી. પછીથી મહિલાને અન્‍ય હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી.પ્રસ્‍તુત કેસમાં એનેસ્‍થેટિસ્‍ટના અભિપ્રાય બાદ સર્જરી નક્કી કરવામાં આવી હતી.સર્જરી પહેલાં એનેસ્‍થેસિયા આપ્‍યા બાદ મહિલાને તકલીફો શરૂ થઇ હતી. તેને અન્‍ય હોસ્‍પિટલ લઇ ગયા હતા અને ત્‍યાં તેનું મૃત્‍યુ થયું હતું. અરજદારે કોઇ સર્જરી જ કરી નહોતી અને કોઇ સર્જરીના માર્ક પણ પોસ્‍ટ-મોર્ટમમાં આવ્‍યા નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here