વિશ્વના સૌથી લોકપ્રિય નેતાનો ખિતાબ જાળવી રાખતા પીએમ મોદી 76% રેટિંગ સાથે ટોચ ઉપર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતાનો ખિતાબ જાળવી રાખતા પીએમ મોદી 76% રેટિંગ સાથે ટોચ ઉપર
વિશ્વના સૌથી લોકપ્રિય નેતાનો ખિતાબ જાળવી રાખતા પીએમ મોદી 76% રેટિંગ સાથે ટોચ ઉપર
વૈશ્વિક નેતાઓની લેટેસ્ટ એપ્રુવલ રેટિંગ લિસ્ટમાં પીએમ મોદી ટોપ પર છે.  આ વખતે તેને 76% એપ્રુવલ રેટિંગ મળ્યું છે.  મોદી પછી સ્વિત્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ 64% એપ્રુવલ રેટિંગ સાથે બીજા ક્રમે અને મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર ત્રીજા સ્થાને છે. 

Visit Saurashtra Kranti Homepage here

ડિસિઝન ઈન્ટેલિજન્સ કંપની મોર્નિંગ ક્ધસલ્ટે આ યાદી બહાર પાડી છે.અગાઉ જૂન 2023 માં, વૈશ્વિક નેતાઓની મંજૂરી રેટિંગ સૂચિ બહાર પાડવામાં આવી હતી.  તેમાં પણ પીએમ મોદી ટોપ પર હતા, પરંતુ અગાઉની યાદીની સરખામણીએ તેમની રેટિંગમાં 2%નો ઘટાડો થયો છે.  છેલ્લી વખતે તેને 78% એપ્રુવલ રેટિંગ મળ્યું હતું.  અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાતમા સ્થાને હતા.  જ્યારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક 12મા સ્થાને હતા.

Read Saurashtra Kranti E-Paper here

ડિસિઝન ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ ક્ધસલ્ટે 14 સપ્ટેમ્બરે ’ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ ટ્રેકર’ બહાર પાડ્યું છે.  આ મંજૂરી રેટિંગ 6 થી 12 સપ્ટેમ્બર વચ્ચે એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે આપવામાં આવી છે.  જેમાં અનેક દેશોના લોકો સાથે વાત કરીને વૈશ્વિક નેતાઓ વિશે તેમના અભિપ્રાય જાણવા મળ્યા હતા.  આ યાદીમાં 22 દેશોના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી મોટાભાગના જી 20ના સભ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here