રાજ્યમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનો કરાશે સર્વે:ઋષિકેશ પટેલ

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનો કરાશે સર્વે:ઋષિકેશ પટેલ
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનો કરાશે સર્વે:ઋષિકેશ પટેલ
ગુજરાતમાં માવઠા-કમસમી વરસાદે ભારે ખાનાખરાબી સર્જ્યા બાદ આજે બપોર સુધી પણ વાદળો ગોરંભાયેલા જ રહ્યા હતા. સવારે ધૂમમ્સ વચ્ચે વિઝિબિલિટી ઘટી હતી અને ત્યારબાદ બપોર બાદ વાતાવરણ ચોખ્યું થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જેના પરિણામે હવે ગુજરાત માથેથી માવઠાની મોટી ઘાત ટળી હોય તેમ હવે કમોસમી વરસાદનો ખતરો ઓછો થઈ રહ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકશાન થયું છે. જેને લઇને સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે.તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું.રાજ્યમાં ખરીફ વાવેતરમાં કેટલાક અંશે નુકશાન થયું છે. ત્યારેકમોસમી વરસાદ બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે. તેવો સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.નોંધનિય છે કે વિજળી પડવાના કારણે 29 માનવ મૃત્યુ થયાનું ઋષિકેશ પટેલે સ્વીકાર્યું હતું. એટલું જ નહીં મુખ્યમંત્રી સાથે કમોસમી વરસાદ અને માનવ મૃત્યુ સંદર્ભે સંપર્કમાં હોવાનું પણ કહ્યું હતું.

Read National News : Click Here

રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડે ખેડૂતોને સરકારનો ટેકો હોવાનો દાવો કર્યો છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે, આ માવઠાથી રાજ્યના ખેડૂતોને જે નુકસાન થયું છે. તેનો સર્વે પણ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ સહાયની ચુકવણી કરાશે. તેવો પણ દાવો કર્યો હતો. મંત્રીએ ખેડૂતોની સાથે સરકાર હોવાની હૈયા ધારણા પણ આપી છે. સાથે જ કહ્યું કે, સર્વેમાં જે પણ નિર્ણય આવશે તેની મુખ્યમંત્રી સાથે ચર્ચા પણ કરીશું અને નિયમ મુજબ ખેડૂતોને વળતર ચુકવવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here