રાજકોટ સહિત રાજયભરમાંથી 37 બોગસ પેઢીઓ ઝડપી લેતું જીએસટી

રાજકોટ સહિત રાજયભરમાંથી 37 બોગસ પેઢીઓ ઝડપી લેતું જીએસટી
રાજકોટ સહિત રાજયભરમાંથી 37 બોગસ પેઢીઓ ઝડપી લેતું જીએસટી
બોગસ બિલીંગ પ્રવૃતિને ડામવા માટે સક્રિય બનેલા સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સિસ્ટમ આધારીત ડેટા એનાલીસીસ કરવામાં આવેલ છે જે પરત્વે બોગસ બીલીંગ, કરચોરીને લગતી લીડ જનરેટ થતી હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

આવી લીડને આધારે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલીંગની પ્રવૃતિને ડામવા ગત તા. 19ના રોજ માટે રાજયવ્યાપી ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું. જેમાં કુલ 67 પેઢીઓના સ્થળોએ ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. તપાસમાં મોટાભાગના વેપારીઓના ધંધાના સ્થળે થયેલ તપાસમાં ધ્યાને આવેલ કે,આ પેઢીઓના માલિકોના  ડોકયુમેન્ટનો દુરપયોગ (મોર્ફ) કરી જીએસટી નોંધણી નંબરો મેળવવામાં આવેલ, કેટલીક વ્યકિતઓના વિવિધ પુરાવાઓ તેઓની જાણ બહાર મેળવી ઉકત રજિસ્ટ્રેશન મેળવવામાં આવેલ તથા અમુક વેપારીઓએ અન્ય બોગસ વેપારીઓ  પાસેથી ખરીદી કરેલ હોવાનું જણાય આવેલ હતું. અત્યાર સુધીની ચકાસણીમાં 37 પેઢીઓ બોગસ જણાયેલ છે. જેમાં અમદાવાદ ખાતેથી 13, વડોદરા ખાતેની 8, સુરત ખાતેની 7, રાજકોટ ખાતેની 5, મોરબી ખાતેની 2, જુનાગઢ ખાતેની 1 તથા ગાંધીધામ ખાતેની 1 બોગસ પેઢીનો સમાવેશ થાય છે.

Read National News : Click Here

આ 37 બોગસ પેઢી મારફતે રૂા.321 કરોડનું ટર્નઓવર દર્શાવવામાં આવેલ છે. આ પેઢીઓ થકી રૂા.53 કરોડની વેરા શાખ પાસઓન કરી કરચોરી કરવામાં આવેલ છે. આ બોગસ પેઢીઓમાંથી સ્ક્રેપ, નોન ફેરસ મેટલ, સળીયા, ટેક્ષટાઇલ્સ, કેમીકલ વગેરે જેવી કોમોડીટીના બિલો ખોટી વેશાશાખ પાસઓન કરવાના આશયથી ઇસ્યુ કરવામાં આવેલ છે. તંત્ર દ્વારા વેરીફીકેશનની કામગીરી હાલ ચાલુમાં છે. કેટલાક કેસોમાં વ્યકિતઓ મળી આવેલ નથી તેઓની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીના અંતે કચરોનનો આંક ઘણો ઉંચો જવાની સંભાવના છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here