રાજકોટ:સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 111 હોર્ડિંગ્સ બોર્ડ અને 18 કિયોસ્ક માટેના કોન્ટ્રાક્ટ ફાઇનલ

રાજકોટ:સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 111 હોર્ડિંગ્સ બોર્ડ અને 18 કિયોસ્ક માટેના કોન્ટ્રાક્ટ ફાઇનલ
રાજકોટ:સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 111 હોર્ડિંગ્સ બોર્ડ અને 18 કિયોસ્ક માટેના કોન્ટ્રાક્ટ ફાઇનલ
રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે નવનિયુક્ત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં 47માંથી 42 દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

બેઠકમાં 111 હોર્ડિંગ્સ બોર્ડ અને 18 કિયોસ્ક માટે કોન્ટ્રાક્ટ ફાઇનલ કરી. જેના થકી 5 કરોડની આવક થશે. આ બેઠકમાં 30 કરોડથી વધુનાં વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવેલ. 5 દરખાસ્તો જેવી કે મહાપાલિકા વિસ્તારમાં જુદા-જુદા પ્રકારના ભયગ્રસ્ત મકાનોનું નિરિક્ષણ અને તેનો અહેવાલ આપવા માટે સ્ટ્રક્ચર એન્જીનીંયરની નિમણુંક કરવા, ત્રણેય ઝોનમાં મોન્સૂન દરમિયાન ઇમલશન દ્વારા મિકેનીકલ પધ્ધતિથી સાઇટ પર રસ્તા પરનાં પોર્ટ હોલ્સ રિપેર કરવાનું કામ, મોટા મવા ગામતળથી શરૂ કરી રાજકોટ મહાનગરપાલિકાની હદ્ સુધીના 30 મીટર ટીપી રોડને 45 મીટર પહોળો કરવા માટે “લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ” અંતર્ગત કપાત કરી તેને સામે વળતર આપવા, જુદા-જુદા હાઉસીંગ પ્રોજેક્ટસ માટે સોશ્યો ઇકોનોમિક સર્વે કરવા માટે એજન્સીની નિમણુંક કરવા તથા વોર્ડ નં.11 તથા 12માં ‘અમૃત-2’ અંતર્ગત ડ્રેનેજ પાઇપ લાઇન નેટવર્ક અને હાઉસ કનેક્શન ચેમ્બર બનાવવાના કામોને પેન્ડિંગ રાખવામાં આવે છે.

Read Saurashtra Kranti E-Paper here

સ્ટેન્ડિંગ કમિટીએ 42 દરખાસ્તોને મંજૂર કરી જેમાં વોર્ડ નં.18માં રાધેશ્યામ એવન્યુ, સુખદેવ સોસાયટી, સોમનાથ સોસાયટી, શિવાલય સાંનિધ્ય, નિલકંઠ ઇન્ડસ્ટ્રીઝ, શુભમ પાર્ક, સત્યમ પાર્ક તથા વગેરે સોસાયટીમાં અમૃત-2 અંતર્ગત ડીઆઇ પાઇપલાઇન નાખવા રૂ.2,78,70,947નું કામ, વોર્ડ નં.1માં રૂ.14.33 લાખના ખર્ચે સ્ટોર્મ વોટર પાઇપલાઇન નાખવાના કામ, વોર્ડ નં.3માં રૂ.13.7 લાખનો ખર્ચે ગાર્ડનની કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ, વોર્ડ નં.18માં કોઠારિયા વિસ્તારમાં આવેલ સીએચસીની કમ્પાઉન્ડ વોલ બનાવવા તથા કેમ્પસમાં રૂ.24.69 લાખના ખર્ચે પેવીંગ બ્લોકના કામ, પ્રદ્યુમન પાર્ક ઇએસઆર-જીએસઆર, બોર અને કુવાની મશીનરીના ઓપરેશન પ્રિવેન્ટીવ મેઇન્ટેન્સ કરવાની કામગીરી માટે રૂ.7.30 લાખ મંજૂર કરવામાં આવેલ છે.

ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ માટે જમ્પીંગ કુશન ખરીદવા રૂ.14.75 લાખ મંજૂર કરવામાં આવેલ છે વોર્ડ નં.18માં કોઠારીયા વિસ્તારમાં આવેલ એનીમલ હોસ્ટેલમાં સી.સી. રોડ કરવા માટે રૂ. 29.40 લાખ મંજુર તથા મનપાની જુદી જુદી શાખાઓના ઉપયોગ માટે 60 નંગ કોમ્પ્યુટરની જી.આઇ.એલ. મારફત ખરીદી કરવા 32.44 લાખ મંજુરતથા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાના ડ્રાઇવર ભદ્રેશભાઇ ઉપાઘ્યાયને ફેફસાની બિમારીમાં કરાવેલ સારવારના ખર્ચ પેટે ખાસ કિસ્સામાં 1.48 લાખની તબીબી સહાય મંજુર તથા વિવિધ વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમીટી દ્વારા બહાલી આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here