રાજકોટમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 250થી વધુ લોકોએ કર્યા સામૂહિક સૂર્ય નમસ્કાર

રાજકોટમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 250થી વધુ લોકોએ કર્યા સામૂહિક સૂર્ય નમસ્કાર
રાજકોટમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 250થી વધુ લોકોએ કર્યા સામૂહિક સૂર્ય નમસ્કાર
ગુજરાત રાજ્યમાં આજે એકસાથે સામૂહિક ’સૂર્ય નમસ્કાર’ થકી સર્જાયેલા ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં રાજકોટ પણ સહભાગી બન્યું હતું. રાજ્યના 108 સ્થળોની સાથે રાજકોટમાં એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે, મેયર નયનાબેન પેઢડિયાની અધ્યક્ષતામાં સામૂહિક સૂર્ય નમસ્કાર યોજાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં 100થી વધુ નાગરિકો તેમજ વિવિધ શાળાઓના છાત્રો મળીને આશરે 250થી વધુ લોકો જોડાયા હતા.આ તકે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, આસિસ્ટન્ટ કલેકટર અન્ય કોર્પોરેટરોએ પણ સૂર્ય નમસ્કાર કરીને સહભાગીઓનો ઉત્સાહ વધાર્યો હતો.”આરોગ્ય એ સર્વ સુખની ચાવી છે” તેના પર ભાર મુકતા રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કહ્યું હતું કે, “આપણું આરોગ્ય સારું હશે તો આપણે બધું કરી શકીશું.

Read National News : Click Here

આપણે સૂર્ય નમસ્કારમાં જોડાઈએ અને અન્યોને પણ જોડીએ.” આ પ્રસંગે રાજ્યના મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિક્રમ પૂજારા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ હોદ્દેદારો, કોર્પોરેટરો, અગ્રણી શિલ્પાબેન જાવિયા, રાજ્ય યોગ બોર્ડના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here