ભારતમાં ‘મેટા AI’ નું શ્રીગણેશ : પર્યટન, અનુવાદ, ઈમેજ, રેસ્ટોરન્ટ સહિતની માહિતી આપશે

મેટાએ પોતાના એઆઈ ટુલ ‘મેટા એઆઈ’ને ભારતમાં લોન્ચ કરી દીધુ છે. અમુક યુઝર્સને ફેસબુકના મેસેન્જર અને વોટસએપ પર સપોર્ટ મળવાનું શરૂ થયું છે. તબકકાવાર તે તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ બનશે.વોટસએપ અને ઈન્સ્ટાગ્રામ પર પણ સપોર્ટ મળવા લાગશે. ઉપરાંત મેટા એઆઈ પર તેનો ઉપયોગ થઈ શકશે. તેને લામા-3 સાથે બનાવવામાં આવ્યું છે. જે સૌથી એડવાન્સ ભાષા મોડેલ છે. મેટા એઆઈ પણ ઓપનર આઈના ચેટબોટ જીટીપીની જેમ કામ કરે છે. જેમાં તમામ પ્રકારના સવાલ પુછી શકાય છે.

ભારતમાં ‘મેટા AI’ નું શ્રીગણેશ : પર્યટન, અનુવાદ, ઈમેજ, રેસ્ટોરન્ટ સહિતની માહિતી આપશે ભારત

તમે એઆઈ ઈમેજ બનાવી શકો છો. ગણીતના સવાલોનો જવાબ, ટુર પ્રોગ્રામ, રિયલ ટાઈમ ઈન્ફોરમેશન, ઓછા ભીડભાડ વાળુ ટુરીસ્ટ પોઈન્ટ લોકોને જાણવા મળશે.મેટા એઆઈ પણ સરળતાથી ઈમેલનો જવાબ આપી શકે છે. કવિતા લખવા, સ્ટોરીના સારાંશ, અનેક ભાષામાં અનુવાદ ઉપરાંત ચેટ વિન્ડોમાં ઈમેજ અને જીઆઈએફ બનાવે છે. તેના ફીચર્સ સીધા વોટસએપ અને ફેસબુક જેવી લોકપ્રિય એપ પર ઉપલબ્ધ છે.

ભારતમાં ‘મેટા AI’ નું શ્રીગણેશ : પર્યટન, અનુવાદ, ઈમેજ, રેસ્ટોરન્ટ સહિતની માહિતી આપશે ભારત

એટલે કે લોકોએ એઆઈની મદદ માટે ચેટ જીટીપીની જેમ ખાસ એપ પર જવાની જરૂર નહી પડે. ભારતમાં આ સેવા તબકકાવાર લાગુ કરવામાં આવનાર છે. અંગ્રેજી અને હિન્દી ભાષાનો વિકલ્પ આપવામાં આવશે. ફેસબુકના મેસેન્જર પર મેટા એઆઈ જવાબ આપે છે.મેટા એઆઈથી રેસ્ટોરન્ટ અંગે સૂચનો, રોડ ટ્રીપ, ટ્રાફિક, રસના વિષય અંગે ઉંડી માહિતી મળતી રહેશે. ગત વર્ષે મેટા એઆઈ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝીલેન્ડ સહિત 12 દેશમાં લોન્ચ થયું હતું. ભારતમાં લોકસભા ચૂંટણીના કારણે એ લોન્ચ થવામાં વિલંબ થયો હતો.

ભારતમાં ‘મેટા AI’ નું શ્રીગણેશ : પર્યટન, અનુવાદ, ઈમેજ, રેસ્ટોરન્ટ સહિતની માહિતી આપશે ભારત

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here