પીપાવાવ પોર્ટના કસ્ટમ ગેટ નજીક સિંહનું ટોળું ઘૂસ્યું

પીપાવાવ પોર્ટના કસ્ટમ ગેટ નજીક સિંહનું ટોળું ઘૂસ્યું
પીપાવાવ પોર્ટના કસ્ટમ ગેટ નજીક સિંહનું ટોળું ઘૂસ્યું
રાજુલા પંથકમાં સિંહોનું સામ્રાજ્ય છે અને સિંહો રાજુલાના રેવન્યુ વિસ્તારોમાં સિંહો આસપાસમાં આવેલી ખાનગી કંપનીઓમાં લટાર મારે કે કંપનીની સોસાયટીઓ લટાર મારે તેવા અગાઉ વિડીયો વાયરલ થયેલા છે તો ખાનગી કંપનીઓમાં દોડતા વાહનોના અકસ્માતોમાં સિંહો મોતને ભેટ્યા હોય તેવા પણ દાખલાઓ મોજૂદ છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે થોડા દિવસ પહેલા પીપાવાવ પોર્ટમાં વાહન અકસ્માતમાં દીપડો મોતને ભેટ્યો હતો ત્યારે એજ માર્ગ પર 4 સિંહનું ટોળું ફરી પીપાવાવ પોર્ટના કસ્ટમ ગેટ નજીક જોવા મળ્યું હતું.ત્યારે સિંહોની સુરક્ષા માટે સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કરીને સિંહોની આબાદી અને સંરક્ષણ ની જવાબદારી નિભાવતા વનતંત્ર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે કે સિંહો પાછળ આટલો આટલો ખર્ચ કરવા છતાં સિંહોની સુરક્ષામાં કેમ વનવિભાગ વામણું પુરવાર થઈ રહ્યું હોય તેમ સિંહો છેક પીપાવાવ પોર્ટ ના કસ્ટમ ગેટ નજીક પહોંચે છતાં વનવિભાગના કર્મીઓ સિંહો પીપાવાવ પોર્ટ અંદર  ઘુસી ત્યાં સુધી કેમ બે ધ્યાન રહ્યા તે મસમોટા સવાલ સિંહ પ્રેમીઓને સતાવી રહ્યો છે.

Read National News : Click Here

ખાનગી કંપનીના માર્ગ અને રોડ પર હજારો વાહનોનો અવરજવર સતત રહેતી હોય ત્યારે દેશની શાન સમા સિંહો ફરી વાહન અકસ્માતમાં મોતને ભેટશે ત્યારે વનવિભાગ ધૃતરાષ્ટ્રની ભૂમિકા માંથી બહાર આવશે કે કેમ તેને લઈને વનતંત્રની કામગીરીઓ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે વાયરલ થયેલ સિંહના ટોળાનો ફોટો બે દિવસ પહેલાનો હોવાનું વનવિભાગના સૂત્રો માંથી માહિતી મળી રહી છે ને સિંહો પીપાવાવ પોર્ટની અંદર કસ્ટમ ગેટ સુધી પહોચ્યા ત્યાં સુધી કોઈ વાહન અકસ્માતમાં જો મોતને ભેટ્યા હોત તો શું થાત તેવા સવાલો ફરી સિંહ પ્રેમીઓને અકળાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here