પર્યાવરણ મિત્ર દ્વારા પર્યાવણ જાગૃતિ અભિયાન અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

પર્યાવરણ મિત્ર દ્વારા પર્યાવણ જાગૃતિ અભિયાન અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમો યોજાયા
પર્યાવરણ મિત્ર દ્વારા પર્યાવણ જાગૃતિ અભિયાન અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમો યોજાયા
પર્યાવરણ મિત્ર-રાજકોટ-આનંદી સંસ્થા તથા માળીયા મહિલા શક્તિ સંગઠન વિગેરે દ્વારા પર્યાવરણ જાગૃતિ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. રાજકોટ-મોરબી-કરછ ખાતે યોજાયેલ કાર્યક્રમોમાં બહેનો, શાળાના બાળકો અને યુવાનો હોંશભેર જોડાયા હતા તેમ તુષાર પંચોલીની યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

સંસ્થા દ્વારા 1000થી વધુ ચકલીના માળાનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું તથા ઠેરઠેર પાણી બચાવવા જનજાગૃતિની બેઠકો કરવામાં આવી હતી. અને પ્રેઝટેશન પણ રાખવામાં આવેલ હતું.વવાણીયા, ખીરસરા, આણંદપર વિગેરે ગામોમાં ગ્રામજનોમાં પાણી બચાવવા અને પ્રદૂષણ ઘટાડવા તથા ઔષધિય વૃક્ષો તથા ફળાઉ વૃક્ષો વાવવા અપીલ કરાઇ હતી.તુષાર પંચોલી તથા ધર્મેન્દ્રભાઈ હોથી એ જલવાયુ પરિવર્તન સંદર્ભે યુવાનો સાથે સેમીનારોનું આયોજન કર્યું હતું. અને યુવાનોને આ સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Read National News : Click Here

આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓના પર્યાવરણ સંરક્ષણ માટે આગળ આવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે ધો-6ની વિદ્યાર્થીની રામાનુજ હેત્વી જયેશભાઈ સહિતના વિદ્યાર્થીઓએ ચકલા માટે પણ ચણ રાખવાનું પુઠાનું બોક્સ બનાવેલ હતું. તેમજ તમામ વિદ્યાર્થીઓએ ચકલાને ચણ નાંખી, વૃક્ષોને પાણી સહિતના કાર્યક્રમો કર્યા હતા. તેમજ સાફ સફાઇ અભિયાન પણ હાથધર્યું હતું અને દરેક બાળકો પોતાના ગામમાં પર્યાવરણ બચાવવા કાર્યરત બન્યા હતા. તેમ તુષાર પંચોલી સહિતના અગ્રણીઓ જણાવ્યું હતું.  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here