દેશના 12 મોડેલ સ્માર્ટ સિટીમાં રાજકોટનો સમાવેશ

મહિલા હોકર્સ ઝોન બનશે:ફકત મહિલા ફેરીયાઓ મહિલા માટેની ચીજવસ્‍તુઓનું જ વેચાણ કરી શકશે
મહિલા હોકર્સ ઝોન બનશે:ફકત મહિલા ફેરીયાઓ મહિલા માટેની ચીજવસ્‍તુઓનું જ વેચાણ કરી શકશે
ભારત સરકારનાં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ભારતનાં કુલ 100 શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની શરુઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજકોટ શહેરને સ્માર્ટ સીટી તરીકે વિકસાવવા  પસંદગી કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ દ્વારા સ્માર્ટ સીટી મીશન અંતર્ગત આઈ.ટી.એમ.એસ, એ.ટી.સી.એસ, સીસીટીવી સર્વેલન્સ, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, જીઆઈએસ, અંડરગ્રાઉંડ યુટીલીટી સર્વે, એન્ટી હોકીંગ સીસ્ટમ, ડ્રેનેજ સ્કાડા, વોટર સ્કાડા, ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક વિગેરે જેવા કમ્પોનન્ટ સફ્ળતા પુર્વક ઇન્સટોલ કરેલ છે તેમજ  તમામ કામગીરીનું મોનિટરીંગ એક જ જગ્યાએથી થઈ શકે તે માટે નાના મવા ખાતે ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ( આઇસીસીસી )ની શરુઆત વર્ષ 2017માં કરવામાં આવેલ છે.

નેશનલ આઇ.સી.સી.સી. મેન્ટોરશીપ પ્રોગ્રામ અંતર્ગત આઇસીસીસી મેન્ટર તરીકે મહાપાલિકાના કોમ્પ્યુટર વિભાગના ડાયરેકટર સંજય ગોહિલની પસંદગી

હાલમાં ભારત સરકારનાં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા નેશનલ આઇસીસીસી પ્રોગ્રામની શરુઆત કરવામાં આવેલ છે. આ નેશનલ આઇસીસીસી મેન્ટોરશિપ માં દેશ ભરમાથી કુલ 12 મોડેલ સ્માર્ટ સિટીમાં રાજકોટ સ્માર્ટ સિટીનો મેન્ટર સિટી તરીકે સમાવેશ કરવામાં આવેલ છે તેમજ રાજકોટ મહાનગરપાલિકાનાં કોમ્પ્યુટર વિભાગમાં ડાયરેક્ટર આઈ.ટી. તરીકે ફરજ બજાવતા  સંજય એમ. ગોહિલની નેશનલ આઇસીસીસી પ્રોગ્રામ  માટે મેન્ટર તરીકે પસંદગી કરવામાં આવેલ છે, જે રાજકોટ માટે ખુબ જ ગર્વ ની વાત છે.

Read Saurashtra Kranti E-Paper here

આ નેશનલ આઇસીસીસી પ્રોગ્રામનો હેતુ 100 સ્માર્ટ સિટી પૈકી જે સ્માર્ટ સિટીએ  આઇસીસીસી અંતર્ગત શ્રેષ્ઠ સુવિધાઓ વિકસાવી હોય તે પ્રકારની સુવિધાને ધ્યાને લઈ ભારતનાં અન્ય સ્માર્ટ સિટી પણ મોડેલ સ્માર્ટ સિટીમાં રહેલ ઈન્ફ્રાસ્ટ્રકચર વિક્સાવે તે પ્રકારનો છે. આ માટે 100 સ્માર્ટ સિટી પૈકી આઇસીસીસી બનાવવા અને વિવિધ ડીજીટલ સેવાઓ વિકસવાવા માટે  શ્રેષ્ઠ કામગીરી કરેલ હોય તેવા જુદા જુદા કુલ 12 સીટીનાં અધિકારીઓની મેન્ટર તરીકે પસંદગી ભારત સરકારશ્રીનાં સ્માર્ટ સીટી મીશન દ્વારા કરવામા આવેલ છે.

જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ડાયરેક્ટર આઈટીની પણ મેન્ટર તરીકે પસંદગી કરવામા આવેલ છે. નેશનલ આઇસીસીસી પ્રોગ્રામ અંતર્ગત સીલેક્ટ થયેલ આ અધિકારીઓ દેશનાં જુદા જુદા સ્માર્ટ સીટીને ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ને સુવિધા વધુ આધુનિક અને ઉપયોગી બનાવવામાં મદદ કરશે. આ પ્રોગ્રામમાં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીની પસંદગી થતા દેશનાં જુદા જુદા સ્માર્ટ સીટીમાં ચાલતી બેસ્ટ પ્રેકટીસને  રાજકોટ શહેરમાં પણ અમલી બનાવી શકાય તે માટે ઉપયોગી બનશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here