ઠંડીથી બચવા જાહેર જનતાને રક્ષાત્મક પગલા લેવા કલેકટર પ્રભવ જોષીની અપીલ

ઠંડીથી બચવા જાહેર જનતાને રક્ષાત્મક પગલા લેવા કલેકટર પ્રભવ જોષીની અપીલ
ઠંડીથી બચવા જાહેર જનતાને રક્ષાત્મક પગલા લેવા કલેકટર પ્રભવ જોષીની અપીલ
શિયાળાના ઋતુમાં ઠંડીથી બચવા  કલેકટરશ્રી પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ એમ.રાઠોડ દ્રારા જાહેર જનતાને રક્ષણાત્મક પગલાં લેવા અપીલ કરાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

જે અન્વયે ઠંડીથી બચવા ગરમ કપડાં તેમજ સ્વેટર, મફલર, ગરમ ટોપીનો ઉપયોગ કરવો, વધુ ઠંડી હોય ત્યારે મોટી ઉંમરના વૃધ્ધ, બિમાર વ્યકિતઓ, નાના બાળકો અને સગર્ભા મહીલાઓએ શકય હોય ત્યાં સુધી ધરમાં જ રહેવું તથા ઠંડીથી બચવા વિશેષ  ધ્યાન રાખવું. ઠંડીથી બચવા રૂમના બારી બારણા બંધ રાખવા સવારના સમયે ઠંડીથી બચવા માટે સૂર્યના તાપમાં બેસવું ઠંડીની અસર હેઠળ કોઇ પણ તકલીફ જણાય તો તાત્કાલીક નજીકના સરકારી દવાખાને અથવા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરી જરૂરી સારવાર મેળવવી અને ઠંડી દરમ્યાન વધુ કેલરીવાળા ખોરાકનું સેવન કરવું ત્વચા સુકી ન પડે તે માટે તલનું તેલ, કોપરેલ, વેસલીન જેવા તૈલી પદાર્થનો ઉપયોગ કરવો. શકય હોય તો સાદા સાબુના બદલે ગ્લીસરીન યુકત સાબુનો ઉપયોગ કરવો. ઉપરોકત તમામ બાબતો જરૂરી આરોગ્ય શિક્ષણ આરોગ્ય કર્મચારી દ્રારા આપેલ માર્ગદશન મુજબ રોજીંદી જીવન શૈલીમાં કાળજી રાખવા જાહેર ઉપરોકત તમામ બાબતોની કાળજી જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here