જામનગર:ખોડલધામ નિર્મિત કેન્સર હોસ્પિટલના ભૂમિદાનના સંકલ્પના પ્રચાર માટે નરેશ પટેલે યોજી બેઠક

જામનગર:ખોડલધામ નિર્મિત કેન્સર હોસ્પિટલના ભૂમિદાનના સંકલ્પના પ્રચાર માટે નરેશ પટેલે યોજી બેઠક
જામનગર:ખોડલધામ નિર્મિત કેન્સર હોસ્પિટલના ભૂમિદાનના સંકલ્પના પ્રચાર માટે નરેશ પટેલે યોજી બેઠક
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે નરેશભાઈ પટેલ હાલ ગુજરાતભરનો પ્રવાસ કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

નરેશભાઈ પટેલે શુક્રવારે પ્રવાસના છઠ્ઠા દિવસે જામનગર શહેર જિલ્લાનો પ્રવાસ કર્યો હતો. જામનગર ખાતે નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ નરેશભાઈ પટેલનું અદકેરું સ્વાગત-સન્માન કર્યું હતું.આ તકે નરેશભાઈ પટેલે હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલની આછી રૂપરેખા આપી સૌને હોસ્પિટલના ભૂમિદાન અભિયાનમાં વધુ ને વધુ સહભાગી બનવા અપીલ કરી હતી. જેને ઉપસ્થિત સૌ લોકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ ના ઘણા બધા પ્રકલ્પ ની ભાગરૂપે આજે એ પ્રકલ્પ આરોગ્યધામ જે બનાવવાનો છે. એ 21-1-2024 ના રોજ ભૂમિ પૂજન પ્રસંગે જામનગરના લેઉવા પટેલ સમાજ ના ભાઈઓ બહેનોને આ પ્રસંગે હાજર રહેવા નિમંત્રણ પાઠવવા માટે શ્રી ખોડલધામ થી આખી ટીમ આવેલી છે.

આ ભૂમિ પૂજન પ્રસંગે 21-1-2024 ના રોજ કાર્યક્રમ છે. તે 7 દીકરીઓ રાજકોટ નજીક અમરેલી ગામ આવ્યું છે જ્યાં ભૂમિ પૂજન કરશે. પણ મુખ્ય કાર્યક્રમ ખોડલધામ મંદિર પરિસરમાં થવાનો છે.અને ત્યાંથી વર્ચ્યુઅલ આખા સમાજને લાઈવ દેખાડવામાં આવશે.આ હોસ્પિટલ માટે 48એકર ની જગ્યા છે. પણ પહેલા ફ્રેઝ ની અંદર લગભગ 12 એકરમાં આકાર લેશે. તમામ પ્રકારનું નિદાન અને તમામ પ્રકારની સારવાર ત્યાં જ મળશે અને લગભગ અંદાજિત ખર્ચ 250 કરોડનો થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
જ્યારે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ફરીથી કહું છું કે હોસ્પિટલ દરેક સર્વ સમાજ બનવા માટે જઈ રહી છે સર્વ સમાજ માટે અને એમાં કોઈ બાકાત નહીં રહે અને કોઈ ભાવમાં ફેરફાર નહીં રહે એવી એક હોસ્પિટલ ખોડલધામ બનાવવા જઈ રહ્યું છે.

Read National News : Click Here

સૌરાષ્ટ્રની અંદર એક પણ હોસ્પિટલ એવી નથી જ્યાં કેન્સરના તમામ પ્રકારના નિદાન અને તમામ પ્રકારની સારવાર થઈ શકશે. હાલ લોકોને કેન્સરની સારવાર માટે બહાર જવું પડે છે અમદાવાદ જવું પડે છે. વડોદરા મુંબઈ દિલ્હી સુધી પણ જવું પડે છે અને આ તમામ પ્રકારના જેટલા પણ નિદાન અને સારવાર હશે તે તમામ પ્રકારની ટેકનોલોજી આ હોસ્પિટલમાં લેવામાં આવશે.જામનગરમાં નરેશભાઈ પટેલના આગમનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ની ટીમે જામનગર લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનોને ખોડલધામ ટ્રસ્ટની સર્વ સમાજ માટે બની રહેલ કેન્સર હોસ્પિટલના ભૂમિ પૂજન પ્રસંગે સાક્ષી બનવા પધારવા આહવાન કરાયું છે. ત્યારબાદ સાંજે ૬.૩૦ કલાકે જામનગર શહેરમાં સરદારધામ સોસાયટી રણજીતસાગર રોડ મયુર ટાઉનશીપ પાછળ હજારો સંખ્યામાં ખોડલધામના આગેવાનો તેમજ લેવા પટેલ સમાજના લોકોની રૂબરૂમાં આમંત્રણ પાઠવ્યું હતું.તેમજ સાંજ છ વાગ્યે ખાસ લોકસાહિત્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનસુખભાઈ વસોયા (ખીલોરીવાળા) એ લોકસાહિત્ય ડાયરાની જમાવટ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here