ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા શાપર-વેરાવળ ગામે 37 વીઘામાં વિશાળ સરોવર ઊંડું કરવા ખાતમુર્હત

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા શાપર-વેરાવળ ગામે 37 વીઘામાં વિશાળ સરોવર ઊંડું કરવા ખાતમુર્હત
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા શાપર-વેરાવળ ગામે 37 વીઘામાં વિશાળ સરોવર ઊંડું કરવા ખાતમુર્હત
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પાણી બચાવો અભિયાનમાં 11,111 ના સંકલ્પ સાથે કોટડા સાંગાણી તાલુકાના શાપર-વેરાવળ ગામે, લોકોના તેમજ દાતાશ્રી પરસોતમભાઈ ટીલાળા રાજન ટેકનોકાસ્ટ પ્રાઇવેટ લીમ,, અસ્વીનભાઈ ગઢીયા કોટડા તાલુકાના રાજકીય આગેવાન, સહયોગથી આ ગામની બાજુમાં એક વિશાળ અને સુંદર સરોવર બનાવવાનું આયોજન કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સરોવર અંદાજિત 37 વીઘામાં તૈયાર થશે. જેમાં માત્ર 5 થી 6 ફૂટ ઊંડું થાય તો પણ 10 કરોડ” લીટરની પાણીની ક્ષમતા વધી જવાથી ખેડુતોને ખુબ મોટો ફાયદો થશે. આ કાર્યમાં લોકો આર્થિક સહયોગ આપે તો વિશાળ સરોવર બનાવથી ગામના લોકોને પીવાનું પાણી અને ખેતી માટે ક્યારેક તંગી ન પડે આ સરોવરના ખાતમુર્હુતનું આયોજન શાપર ગામે રાખેલ હતું આ કાર્યક્રમમાં આગેવાનોશ્રી અક્ષિતભાઈ ગઢીયા, માવજીભાઈ પાંભર, કેવીનભાઈ સીદપરા, રાજુભાઈ કાછડીયા, જગદીશભાઈ પાંભર પંચાયત સદસ્ય, વિનુભાઈ ઠુંમર, જીગ્નેશભાઈ ચાવડા, નીલેશભાઈ શેઠ, ધર્મેશભાઈ બાલાસરા, વજુભાઈ સાવલિયા ઉપરાંત ઘણા બધા વ્યક્તિઓ હાજર રહ્યા હતા.

Read National News : Click Here

આ સરોવર માટે વધારેમાં વધારે ઊંડું થવાથી પાણીની ક્ષમતા વધે તેના માટે પ્રયત્ન કરશે તેમજ ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા એ દરેક લોકો એની સાથે જોડાય અને ગામનો સહકાર મળે તેથી વધારેમાં વધારે લોકો આર્થિક સહયોગ કરે એના માટેનું માર્ગદર્શન આપ્યું હતું દિલીપભાઈ નું કેહેવું હતું કે ગામની અંદર સમાજ, ગેટ, ચબુતરા, ધાર્મિક સ્થળો અને ધાર્મિક ઉત્સવો જેવા આયોજન થઈ રહ્યા છે. એની સાથે-સાથે જો ચેકડેમમાં પણ લોકભાગીદારીથી કામ થાય તો ચોક્કસ પાણીના સ્તર ઉંચા આવશે અને ગામડા માં પાણી હશે તો ખેડૂતોના ખેત ઉત્પાદનમાં વધારો થવાથી સમગ્ર પ્રકૃતિની રક્ષા થાય છે તેથી પૃથ્વી પરના સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય છે અને ખેડૂત-ખેતીથી ગામડું અને દેશનો વિકાસ થશે.તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા દિનેશભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, વિઠ્ઠલભાઈ બાલધા, લક્ષમણભાઈ શિંગાળા હાજર રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here