આહિરાણીઓના મહારાસમાટે 800 વીઘામાં ઊભું કરાયું નંદધામ

આહિરાણીઓના મહારાસમાટે 800 વીઘામાં ઊભું કરાયું નંદધામ
આહિરાણીઓના મહારાસમાટે 800 વીઘામાં ઊભું કરાયું નંદધામ
રાજાધિરાજ કૃષ્ણની કર્મભૂમિ એવી દ્વારકામાં હજારો આહીર રાણીઓ એક સાથે મહારાજ રમશે આ મહારાજ ના હેતુ પાચ હજાર વર્ષ પહેલાંનો ઇતિહાસ ને ફરી વાઘોડીને જીવંત કરવાનો અને સમાજમાં એકતા લાવવાનો છેઆ આયોજનના ભાગરૂપે અખિલ ભારતીય આહિરાણી મહારાસ રાજકોટ કમિટી દ્વારા રાજકોટ શહેર અને તમામ તાલુકાઓમાં જઈ મહારાસ વિશેની માહિતી આપી અને આહીરાણીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું .

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ જિલ્લામાંથી 3700 થી પણ વધુ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. મહારાસની પૂર્વ તૈયારી રૂપે હોટલ સિઝન્સ રાજકોટ ખાતે ડેમોરાસ કરવામાં આવ્યો હતો.. દ્વારકાથી આમંત્રણ પત્રિકા આવતા ભગવાન શ્રીકૃષ્ણના આ મહારાસ નું આમંત્રણ રાજકોટ આહીર બોર્ડિંગ ખાતે આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓને અને દેવાયત બાપુ બોદર ની પ્રતિમાએ તથા રાજકોટના વિવિધ ધાર્મિક સ્થળોએ આપવામાં આવ્યું અને ઘરે ઘરે પહોંચતું કરવમા આવ્યું.અખિલ ભારતીય આહિરાણી મહારાસના નેજા હેઠળ આગામી તારીખ 23 આવ્યું અખિલ અને 24 ડિસેમ્બરના રોજ આ મહારાસ રમવા માટે નાના મોટા સૌ ઉત્સુક છે.રાજકોટ ખાતેથી 15 થી વધુ બસમાં અને અનેક ખાનગી વાહનોમાં આહીર સમાજના મહારાસમાં ભાગ લેનાર બહેનો અને તેમના પરિવારજનો દ્વારકા જવા રવાના થશે.આ મહારાસમાં ભારતના જુદા જુદા રાજ્યો ઉપરાંત વિશ્વ આખાના દેશોમાંથી આહીરાણીઓ ઊમટી કૃષ્ણ ભક્તિમા લીન થઈ આહીર સમાજ ના પરંપરાગત પહેરવેશમાં મહારાસ રમી આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનશે મહારાસમાં ભાગ લેનાર તમામ બહેનોને શ્રીમદગીતાજી ભેટ અપાશે, રાજકોટનુ પવિત્ર જલ અને માટી આગેવાનો લઈને જશે આ રીતે ગુજરાતના તમામ જીલ્લાની માટી અને જલ મંગાવી પૂજન કરી એક લોહીયા આહીર કાર્યક્રમ યોજાશે.

આ ઉપરાંત દ્વારકાધીશજી ને ધજા ચડાવવી, કચ્છના બહેનો દ્વારા હસ્તકલા એક્સ્પો, માયાભાઈ આહીર અને નામાંકીત કલાકારનો લોકડાયરો, વિશ્વ શાંતિ રેલી, વ્યસન મુક્તિ ઝુંબેશ, મહાપ્રસાદ વગેરે કાર્યક્રમો યોજાશે આ માટે દ્વારકા ખાતે નાગેશ્વર રોડ પર 800 વીઘા જમીનમાં ભવ્ય નંદ ધામ ઉભું કરવામાં આવ્યું છે વિશાળ ડોમ આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ તથા ભાતીગળસંસ્કૃતિને ઉજાગર કરે તેવી રીતે શણગારવામાં આવ્યું છે.હજારોની સંખ્યામાં સ્વયંસેવકો આ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. રાજકોટ જીલ્લા નાં ભાઈઓ દ્વારા દિવ્ય મહારાસ સમયે બેઠક વ્યવસ્થા ઉપરાંત સમગ્ર આયોજન દરમિયાન ચા-પાણી વ્યવસ્થા માં સેવા આપવામાં આવશે.આ મહારાસમાં બે લાખથી પણ વધુ આહીરો ઉમટી પડશે ઉતારા માટે આયોજકો દ્વારા દ્વારકા ના લગભગ તમામ સમાજના સમાજભવન બુક કરી લીધાં છે.અખીલ ભારતીય આહીરાણી મહારાસ સમિતિ દ્વારા આહીર સમાજ ના અગ્રણીઓ ના માર્ગદર્શન હેઠળ પુરજોશમાં તૈયારી ચાલી રહી છે.

Read National News : Click Here

શનિ રવિ બે દિવસ આયોજાનનારા કાર્યક્રમને લઇ દ્વારકાની આજુબાજુની હોટલો પણ હાઉસફુલ થઈ ચૂકી છે. તેમજ ક્રિસમસના તહેવાર ના લઇ દ્વારકા ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે પરંતુ મહારાસ કારણે દ્વારકામાં અગાઉથી અને હોટલો અને ધર્મશાળાઓ હાઉસફુલ થઈ ચૂકી છે.આજે રાજ્યભરમાંથી સાંજ સુધીમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો દ્વારકા ખાતે પહોંચી જશે જેને તેમજ જિલ્લા વાઇજ જવાબદારીઓ સોંપવામાં આવી છે તે જવાબદારીઓ પોતપોતાની સેવકો દ્વારા સંભાળી લેવામાં આવશે તેમજ ખાસ કરી ટ્રાફિક ન થાય તેના માટે પણ ખાસ એક એપ્લિકેશન પણ બનાવવામાં આવી છેદ્વારકા ખાતે નાગેશ્વર રોડ પર 800 વીઘા જમીનમાં ભવ્ય નંદ ધામ ઉભું કરવામાં આવ્યું છે. જેમાં વિશાળ ડોમ તેમજ એક સાથે એક લાખથી પણ વધુ લોકો જમી શકે તે રીતે જ મળવા માટેનું આખું ભોજન લઈ, એક સાથે 50,000 થી પણ વધુ મહિલાઓ રાસ રમી શકે તે માટેનું એક મેદાન પણ તૈયાર કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here