લાંબા સમયની માંગણી સંતોષાઈ:રાજકોટ સહિત ચાર GST એપેલેટટ્રીબ્યુનલની રચના થશે

લાંબા સમયની માંગણી સંતોષાઈ:રાજકોટ સહિત ચાર GST એપેલેટટ્રીબ્યુનલની રચના થશે
લાંબા સમયની માંગણી સંતોષાઈ:રાજકોટ સહિત ચાર GST એપેલેટટ્રીબ્યુનલની રચના થશે
જીએસટી લાગુથયા તેને છ વર્ષનો લાંબો સમય વીતી ગયો છે. ત્યારે આવકવેરા વિભાગની જેમ એપેલેટ ટ્રીબ્યુનલ જીએસટીમાં ન હોવાના કારણે અનેક પ્રશ્નો સર્જાયા છે. હાલના સમયમાં જીએસટીમ  રિટર્ન ફાઈલ કરવાથી લઈ ટેક્સ, ઇ વે બીલ, બોગસ બીલીંગને નોટિસ અત્યાર સુધીમાં હજારો કરદાતાઓ મોકલવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે જે તે કરદાતાએ પોતાનો પક્ષ ક્યાં મુકવો તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો હતો. પરંતુ આ વાતની ગંભીરતાને ધ્યાને લઇ સરકારે દેશના 31 રાજ્યોના 46 શહેરોમાં જીએસટી એપેલેટ ટ્રીબ્યુનલની સ્થાપના કરવા માટે મંજૂરી આપી દીધી છે.એપેલેટ ટ્રીબ્યુનલની સ્થાપનાથી હાઇકોર્ટમાં જે કેસનો ભરાવો થયો છે તેમાં ઘટાડો આવસે અને કરદાતાઓને ત્વરિત ન્યાય પણ મળી રહેશે. ગુજરાત રાજ્યના નાના શહેરોને બાદ કરીએ તો પણ મોટા શહેરોમાં જીએસટીની ટ્રીબ્યુનલન હોવાના પગલે કરદાતાઓ માત્ર કેસ ફાઈલ કરી શકે છે દાવો કરી શકે છે પણ આજ દિવસ સુધી રાજ્યની એક પણ અપીલ પણ સુનાવણી થઈ નથી.

આવકવેરાની સરખામણીમાં જીએસટીમાં અનેક વિસંગતતાઓ જોવા મળે છે નાના વેપારીઓથી માંડી ઉધોગકારોને જીએસટી રિટર્ન થી માંડી પ્રશ્ન ઊભા થયા છે. આ મુદ્દે વિવિધ એસોસીએસને સરકારમાં આ બાબતે રજૂઆતો કરી હતી. ગુજરાતમાં અપીલ ટ્રીબ્યુનલની રચના કરવામાં આવતા સરકાર દ્વારા માત્ર મૌખિક સહમતિ આપવામાં આવે હતી. પરંતુ હવે આ ટ્રીબ્યુનલને લેખિત મંજૂરી પણ આપી દેવામાં આવી છે.જીએસટી એપેલેટ ટ્રીબ્યુનલ ઉભા થતા જ હાલ જીએસટીને લઇ હાઇકોર્ટમાં જે કેસનો ભરાવો થયો છે તેમાં ઘણાખરા અંશે ઘટાડો આવશે. માર્ચ મહિનામાં સાંસદે ફાઇનાન્સ બિલ માં અપીલેટ ટ્રીબ્યુનલ સ્થાપના કરવા માટેની પૂર્વ મંજૂરી આપી દીધી હતી ત્યારે હાલ હવે સંપૂર્ણ રૂપથી આ ટ્રીબ્યુનલ ઉભા કરાશે.

અપીલ ટ્રીબ્યુનલની સ્થાપના માટે 7 થી 8 મહિનાનો સમય લાગશે

જીએસટી એપેલેટ ટ્રીબ્યુનલમાં ન્યાયિક સભ્યોની નિમણૂક કરવા માટે પસંદગી સમિતિની રચના કરવામાં આવી રહી છે, જે કેન્દ્ર અને રાજ્યના કર સત્તાવાળાઓ સાથે ચર્ચા કર્યા બાદ બેચની નિમણૂક કરશે જે  પ્રક્રિયામાં લગભગ 7-8 મહિનાનો સમય લાગશે. એપેલેટ ટ્રિબ્યુનલની બેન્ચ દરેક રાજ્યમાં બનાવવામાં આવશે, જેમાં 4 સભ્યોની ટીમ હશે. દરેક સ્ટેટએપેલેટ ટ્રિબ્યુનલમાં બે ટેકનિકલ સભ્યો હશે, એક કેન્દ્રમાંથી અને એક રાજ્યોમાંથી. બે ન્યાયિક સભ્યોની બનેલી બેચ હશે, એક સભ્યટેકનિકલ અને એક ન્યાયિક.

Read Saurashtra Kranti E-Paper here

સરકારે હાઇકોર્ટ પર જીએસટી કેસોનું ભારણ ઘટાડવા એપેલેટ ટ્રીબ્યુનલની રચના કરવા સમતી સાધી છે જેમાં વિશાખાપટનમ, વિજયવાડા, પટના, રાયપુર, બિલાસપુર, દિલ્હી, ર્અંમદાવાદ, સુરત, રાજકોટ, ગુરુગ્રામ, હિસાર, શિમલા, જમ્મુ અને શ્રીનગર, રાંચી, બેંગ્લોર, એર્નાકુલમ, ત્રિવેન્દ્રમ, ભોપાલ, મુંબઇ, પુને, થાણે, નાગપુર, ઔરંગાબાદ, પણજી, કટક, ચંડીગઢ, જલંધર, જયપુર, જોધપુર, ચેનાઈ, મદુરાઇ, કોયમબતુર, પુડુચેરી, હૈદરાબાદ, લખનવ, વારાણસી, ગાઝિયાબદ, આગ્રા, પ્રયાગરાજ, દેહરાદૂન, કોલકાતા, ગૌહાટી, એઈઝવાલ, અગરતાલા, કોહીમા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here