રાજકોટમાં યોજાનારી ભાગવત સપ્તાહ સર્વધર્મ-સર્વ સમાજની બની રહેશે

રાજકોટમાં યોજાનારી ભાગવત સપ્તાહ સર્વધર્મ-સર્વ સમાજની બની રહેશે
રાજકોટમાં યોજાનારી ભાગવત સપ્તાહ સર્વધર્મ-સર્વ સમાજની બની રહેશે
રાજકોટ તા.17 થી 24 જાન્યુઆરી ના યોજાઈ રહેલી ભાગવત સપ્તાહના આયોજનમાં રાજકોટમાં વસતા તમામ સમાજ- જ્ઞાતીના લોકોએ સહયોગ અને સહકારની ખાતરી આપી છે. કથાના આ મંગલ કાર્યમાં તમામ સમાજ વિવિધ જ્ઞાતીઓ જોડાશે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે તમામ જ્ઞાતીના અગ્રણીઓની મીટીંગ મળી હતી. જેમાં કથા આયોજનમાં તન,મનથી સહયોગ આપવાની ખાતરી જ્ઞાતી વતી આગેવાનોએ આપી હતી. આ કથા અઢારેય વર્ણ ની કથા બની રહેશે . ભાગવત કથા રાજકોટના આંગણે તા.17 થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહી છે.રાજકોટ- સૌરાષ્ટ્ર માટે એક અનેરો અવસર જયારે આકાર લઇ રહ્યો છે ત્યારે તમામ સમાજ અને વર્ગને એના આયોજનમાં જોડવાનો પ્રયાસ કથા આયોજન સમિતિએ કર્યો છે. રાજકોટના વિવિધ સમાજના અગ્રણીઓની મળેલી બેઠકમાં સર્વાનુમતે સૌ કોઈએ આ વિરાટ આયોજનને પોતાનું ગણીને કામેલાગી જવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો.  દરેક સમાજ સપ્તાહના આ મંગલ કાર્યમાં માં આનંદથી ભાગ લેશે. કથા આયોજન અંગે મળેલી મીટીંગ માં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તથા દર્શીતાબેન શાહ એ પોતાનો કીમતી સમય આપી હાજર રહ્યા હતા અને તમામ પ્રકારે સહકાર આપવાની લાગણી દર્શાવી હતી. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી તથા પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી(લોહાણા સમાજ), મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલિયા(લેવા પટેલ સમાજ), મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા તથા માધવભાઈ દવે(બ્રહ્મ સમાજ) ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગમાં ઉપસ્થિત પરમ પૂજ્ય પરમાત્માનંદ સ્વામીજી એ દર્શાવ્યું હતું કે રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા આયોજિત થઇ રહેલ ભાગવત સપ્તાહના આ દિવ્ય અને ભવ્ય કાર્યને એક અવસર બનાવી આપણે સૌ એ ઉત્સાહભેર વધાવવાનું છે અને કથાના દીવસો ભાવ સભર અને અત્યંત આનંદદાયક બની રહે એમ સંપૂર્ણ રીતે સહભાગી થઈને કાર્ય કરવાની લાગણી વ્યક્ત કરી હતી.

લોહાણા સમાજ વતી મનીષભાઈ રાડીયા, કાશ્મીરાબેન નથવાણી, ડો. નિશાંત ચોટાઈ, મયંકભાઈ પાઉં, પ્રતાપભાઈ કોટક, જનકભાઈ કોટક તથા હશુભાઈ ભગદે સહીત અન્ય જ્ઞાતિ સભ્યો એ આ આયોજનમાં સમાજના પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. આહીર સમાજ વતી વિરાભાઈ  હુંબલ, લાભભાઈ ખીમાણી, ઘનશ્યામભાઈ હેરભા, શૈલેશભાઈ ડાંગર અને અન્ય આગેવાન સભ્યો એ હાજર રહી ભાગવત સપ્તાહ ના કાર્યમાં આહીર સમાજ પણ સહયોગ આપે એમ દર્શાવ્યું હતું. આ સિવાય બિલ્ડર એસોશિયેશનના પરેશભાઈ ગજેરા પણ ખુશી વ્યક્ત કરીને સહયોગની ખાતરી આપી હતી. આ ઉપરાંત બ્રહ્મ સમાજ ના જીતુભાઈ મહેતા, દર્શીતભાઈ જાની, મનીષભાઈ મદેકા, રામજીભાઈ સિયાણી, અજયભાઈ મોકરીયા, શૈલેશભાઈ જાની, પરેશભાઈ ઠાકર, નલીનભાઈ જોશી, મનીષભાઈ ભટ્ટ, ડો.નવલકુમાર શીલુ તથા સ્ટેન્ડિંગ ચેરમેન જૈમિનભાઈ ઠાકર(બ્રહ્મ સમાજ) એ પણ સમાજના સહયોગની ખાતરી આપેલ હતી. સોની સમાજના પ્રતિનિધિ અરવિંદભાઈ પાટડીયા અને અગ્રવાલ સમાજના અગ્રણી પી.ડી અગ્રાવત દ્વારા સમગ્ર સપ્તાહ દરમિયાન પહેલા થી કામે લાગી જવાની વાત કરી હતી. શ્રીમદ ભાગવત સપ્તાહ અંતર્ગત મળેલી મીટીંગ માં પૂર્વ ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ કડવા પટેલ સમાજ ના અગ્રણીઓ એવા અરવિંદભાઈ પટેલ તથા કિશનભાઈ ટીલવા હાજર રહ્યા હતા અને સપ્તાહના આયોજનનો બહોળો પ્રચાર થાય એ માટે વ્યવસ્થા કરશે એવી ખાતરી એમણે આપી હતી.

રજપૂત સમાજના અગ્રણીઓમાં ચંદુભાઈ પરમાર, સંદીપભાઈ ડોડીયા, જયપાલભાઈ રાઠોડ, અરુણભાઈ સોલંકી તથા કોર્પોરેશન ના પૂર્વ અધિકારી હેરમાએ પોતાની ઉપસ્થિતિ દર્શાવી હતી અને રજપૂત સમાજ દ્વારા સંપૂર્ણ રીતે સહભાગી થવા ઈચ્છા વ્યક્ત કરેલ હતી. આ સિવાય રાવળ સમાજના આગેવાનો ગોપાલભાઈ બોરાળા તેમના મિત્રો સાથે તેમજ લોધા સમાજના દિલીપભાઈ લોધા પણ આ કાર્યમાં સામેલ થયા હતા અને સપ્તાહમાં તમામ પ્રકારે સેવા આપવા ઉપસ્થિત રહેવાની લાગણી વ્યક્ત કરી હતી. કાઠી સમાજ વતી દશરથભાઈ વાળા તથા ઉમેદભાઈ બસિયા ઉપસ્થિત રહ્યા હતા. કંસારા સમાજ અગ્રણી અને સરગમ ક્લબ પ્રમુખ એવા ગુણવંતભાઈ ડેલાવાળા તથા મેયર નયનાબેન પેઢડીયા ઉપરાંત કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, રસીલાબેન સાકરીયા, રુચીતાબેન જોશી પણ હાજર હતા અને તેઓએ તમામ પ્રકારની જવાબદારી ઉપાડવા તૈયારી દર્શાવી હતી. મોઢ વણિક સમાજના અગ્રણીઓ જયેશ ભાઈ ધ્રુવ, શૈલેશભાઈ શાહ તથા તેમની સમગ્ર ટીમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રીય સમાજના અગ્રણી સુરેન્દ્રસિંહ વાળા તથા ભરતસિંહ જાડેજા અને પ્રજાપતિ સમાજના અગ્રણીઓમાં મોહનભાઈ વાડોલીયા તથા અન્ય આગેવાનોએ હાજરી આપી હતી.

Read National News : Click Here

આ ઉપરાંત સતવારા સમાજ અગ્રણીઓ મનજીભાઈ, શાંતિલાલભાઈ, કાનાભાઈ ખાનધર એ ઉપસ્થિત રહી ભાગવત સપ્તાહના આ સામાજિક સંકલ્પને સંપૂર્ણ સાથ આપેલ હતો. નાગર સમાજ ના અગ્રણીઓ માં ડો.હેમાંગ વસાવડા, ઓજસભાઈ માંકડ, વિપુલભાઈ પોટા એ હાજરી આપી હતી અને આ સિવાય જૈન સમાજ અગ્રણી અને પંચનાથ મહાદેવ ટ્રસ્ટના સેક્રેટરી મયુરભાઈ શાહ તથા ચંદ્રકાંત ભાઈ શેઠ ઉપસ્થિત રહી આ અદભુત કાર્યને બિરદાવ્યું હતું અને પ્રત્યેક કાર્યમાં સહભાગી થવા ઉત્સાહ દર્શાવેલ હતો. વાલ્મિકી સમાજ વતી હીરાભાઈ ખાવરી તથા મહેશભાઈ અઘેરા ઉપસ્થિત રહ્યા હતા અને સપ્તાના કાર્ય સંદર્ભે સહકાર આપ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર વાઇસ ચાંસીલર વિજયભાઈ દેસાણી અને સિન્ડિકેટ સભ્ય ડો. ભરતભાઈ રામાનુજ ઉપસ્થિત રહી તમામ કાર્ય બાબતે લાગણી વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત મુસ્લિમ સમાજના અગ્રણીઓ યુસુફભાઈ જુણેજા, આશિષભાઈ સલોત, હારુનભાઈ શાહમદાર તથા વાહિદભાઈ હાજર રહ્યા હતા. વોરા સમાજના અગ્રણીઓમાં યુસુફભાઈ જોહર કાર્ડ વાળા, જોહરભાઈ કપાસી, સાકીરભાઇ હારમન તથા અન્ય કેટલાક અગ્રણીઓએ અગ્રણીઓએ પોતાનો કીમતી સમય આપી હાજરી આપી હતી અને ભાગવત સપ્તાહના તમામ કાર્યોમાં તન,મનથી સહકાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here