રાજકોટ:ફટાકડા બજારમાં હવે ડ્રોનનું આગમન આકાશમાં 20 ફૂટ ઊંચે ઉજાસ ફેલાવશે

રાજકોટ:ફટાકડા બજારમાં હવે ડ્રોનનું આગમન આકાશમાં 20 ફૂટ ઊંચે ઉજાસ ફેલાવશે
રાજકોટ:ફટાકડા બજારમાં હવે ડ્રોનનું આગમન આકાશમાં 20 ફૂટ ઊંચે ઉજાસ ફેલાવશે
દિપાવલીના તહેવારો નજીક આવી રહ્યા છે તેમ રાજકોટની બજારોમાં અવનવી વેરાયટી સાથેના ફટાકડા આવી પહોંચ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રનાં જુદા-જુદા શહેરોની ફટાકડાની ખરીદી રાજકોટની બજારમાંથી થતી હોવાને લીધે ફટાકડાની બજારમાં ચમક અત્યારથી જ જોવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

અલબત વિજયા દશમીના પર્વે જેમ મિઠાઈ-ફરસાણના ભાવોમાં વધારો જોવા મળ્યો હતો. તેની સીધી અસર જાણે ફટાકડા બજારને થઈ હોય તે રીતે આ વર્ષે ફટાકડાનાં ભાવમાં પણ 10થી 15 ટકાનો ભાવ વધારો જોવા મળે છે. દિવાળીના આગમન પૂર્વે આ વખતે ફાકડા બજારમાં નવી ફેન્સી આઈટમની સાથેસાથે ડ્રોન ફટાકડાનું આકર્ષણ વધુ જોવા મળે છે. ડ્રોન ફટાકડો 15 થી 20 ફૂટની ઉંચાઈએ જઈ આકાશમાં ફૂટશે, આમ જોઈએ તો પ્રતિબંધત ઉદરડીનું ડ્રોન ફટાકડો નવું વર્ઝન છે, એટલે દિવાળી સમયે ડ્રોન ફટાકડાની માંગમાં વધારો થાય તેવા અણસાર છે. દિવાળીના તહેવારમાં નાના-બાળકો માટે ચાંદલીયો ફેવરીટ આઈટમ છે, ચાર-પાચ દાયકા બાદ હવે ચાંદલીયાનો યુગ સમાપ્ત થયો છે. આ વખતે ચાંદલીયા બંધ થઈ ગયા છે તેના બદલે રીંગકેપ અને રોલનું ચલણ વધ્યું છે. આ ઉપરાંત શૂટરગન, ફલેશ લાઈટ, કેમેરા લાઈટ, મ્યુઝકીલ રોલ, પીકોક, પ્લેગન નામના ફટાકડા નવા જોવા મળશે. 

Read National News : Click Here

રાજકોટ શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન આશરે 20 થી 25કરોડના ફટાકડા ફૂટવાનો અંદાજ છે. શહેરમાં ફટાકડાના હોલસેલના ૧૦-૧ર વેપારી સહિત નાના-મોટા ર૦૦થી રપ૦ ધંધાર્થીઓ દ્વારા ફટાકડાનો વેપાર કરવામાં આવે છે. નવા સ્ટોલ માટે સરકારી તંત્ર દ્વારા નવા નિયમની અમલવારી કરવામાં આવતા આ વખતે વેપારીઓને હાડમારીનો સામનો કરવો પડે તેવી સ્થિતનું નિર્માણ થયું છે. તંત્ર દ્વારા ફટાકડાના સ્ટોલ માટે ફરજિયાત  15 ફૂટની ખાલી જગ્યા, પાણીના કેરબા, સીઝ ફાયરના સાધનો, બે દરવાજા અને દુકાનમાં અન્ડર ગ્રાઉન્ડ વીજ વાયરના નિયમો બનાવાયા છે. એટલું જ નહી સ્ટોલમાં હેલોઝન રાખવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.  દિવાળીનું આગમન નજીક આવી રહ્યું છે તેમ ફટાકડાની બજારમાં ચમક જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here