રાજકોટને મળ્યું સૌરાષ્ટ્ર ઝોન સહ ક્ધવીનરનું સ્થાન

રાજકોટને મળ્યું સૌરાષ્ટ્ર ઝોન સહ ક્ધવીનરનું સ્થાન
રાજકોટને મળ્યું સૌરાષ્ટ્ર ઝોન સહ ક્ધવીનરનું સ્થાન
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે કે  પંચાયતી  રાજના ત્રિસ્તરીય માળખામાં જિલ્લા પંચાયત સૌથી મોખરાના સ્તરે આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી  ભાજપ સરકાર તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્યની ભાજપ  સરકાર ગ્રામીણ વિકાસ, આત્મનિર્ભર ગામ,સશક્ત અને સમર્થ ગામ ની પરી કલ્પના ને સાકાર કરવા સતત કાર્યરત છે અને ગામડાઓને સશક્ત અને સક્ષમ બનાવવા વિવિધ કલ્યાણકારી યોજના અમલમાં મુકેલ છે ત્યારે ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના કાર્યકારી અધ્યક્ષ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને નવા અધ્યક્ષ અને હોદેદારોની વરણી સંદર્ભે બેઠક મળેલ. જેમાં સરકાર અને પક્ષ સાથે સંકલન કરી નીચે મુજબના હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. પંચાયતીરાજ સંસ્થાઓનો વહીવટ વધુ અસરકારક બને તે માટે સમગ્ર રાજયમાં ચાર ઝોનમાં વહેંચી અને તેના ક્ધવીનર-સહક્ધવીનરને સ્વતંત્ર્ય હવાલા સાથે નિમણુંક કરવામાં આવેલ.

આ બેઠકમાં પ્રમુખ તરીકે પરેશભાઇ દેસાઇ(નવસારી જિ.પં.પ્રમુખ)ઉપપ્રમુખ તરીકે હસમુખભાઇ પટેલ (આણંદ જિ.પં.પ્રમુખ), શિલ્પાબેન પટેલ(ગાંધીનગર), જીવાભાઇ આહીર(ટ્રસ્ટી ) માનદ્ મંત્રી તરીકે હંસાબેન પારેઘી(મોરબી), ભરતભાઇ ગાજીપરા (ટ્રસ્ટી), જયારે સૌરાષ્ટ્ર ઝોનના ક્ધવીનર તરીકે હરેશભાઈ ઠુંમર (જુનાગઢ જિ.પં.પ્રમુખ) તેમજ સહક્ધવીર તરીકે પ્રવિણાબેન સંજયભાઈ  રંગાણી (રાજકોટ જિ.પં.પ્રમુખ)ની વરણી સર્વાનુમતે કરવામાં આવેલ. નવા વરાયેલ પ્રમુખ અને તમામ હોદેદારઓને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ પંચાયત મંત્રી બચુભાઇ ખાબડે શુભેચ્છા પાઠવેલ .ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના ટ્રસ્ટી મંડળના પદાધિકારી ભરત ગાજીપરા (માનમંત્રી) અને જીવાભાઇ આહીર (ઉપપ્રમુખ)ને નિયમોનુસાર હોદેદાર તરીકે ચાલુ રાખવામાં આવેલ.

Read National News : Click Here

બેઠકમાં ખાસ આમંત્રિત તરીકે ભા.જ.પ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય જનકભાઇ બગદાણાવાળા ખાસ ઉપસ્થિત રહેલ અને પંચાયતીરાજ વિશે માર્ગદર્શન આપેલ. અધ્યક્ષસ્થાનેથી મ્યુ.ફાયનાન્સ બોર્ડની સમકક્ષ રાજય પંચાયત ફાયનાન્સ બોર્ડ ની રચના કરવા અને આગામી વર્ષ 2024/25ના બજેટમાં બજેટ જોગવાઇ કરવા રાજય સરકારમાં 2જુઆત કરવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ તેમજ પંચાયતી રાજ ના પદાધિકારીઓ ને ભવિષ્ય મા તાલીમ આપવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી તેમ રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી એ જણાવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here