મુકેશ અંબાણીનું મોટું એલાન : ગણેશચતુર્થીથી એર ફાઈબર લોન્ચ થશે

મુકેશ અંબાણીનું મોટું એલાન : ગણેશચતુર્થીથી એર ફાઈબર લોન્ચ થશે
મુકેશ અંબાણીનું મોટું એલાન : ગણેશચતુર્થીથી એર ફાઈબર લોન્ચ થશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાર્ષિક સામાન્ય સભામાં JIO AIRFIBER લોન્ચ કરવાની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીના પ્લાન પ્રમાણે 19 સપ્ટેમ્બરે (ગણેશ ચતુર્થી JIO AIRFIBER લોન્ચ થશે. JIO AIRFIBER ભારતમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા આપશે. કંપનીનું માનવું છે કે JIO AirFiberની મદદથી ઝડપી Wi-Fi સેવા દરેક ઘર સુધી પહોંચશે. આ સાથે લગભગ 200 મિલિયન યુઝર્સને ઝડપી ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળશે. 

Visit Saurashtra Kranti Homepage here

Jio પોતાનો AirFiber પ્લાન 20 ટકા ઓછી કિંમતે લોન્ચ કરી શકે
Jio પોતાનો AirFiber પ્લાન 20 ટકા ઓછી કિંમતે લોન્ચ કરી શકે છે. આવી સ્થિતિમાં તેનો માસિક ખર્ચ રૂ.640ની આસપાસ હોઈ શકે છે. જ્યારે અર્ધવાર્ષિક પ્લાન 450 હોઈ શકે. ઉપરાંત, Jio દ્વારા JioCinema સહિત ઘણી એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન ઓફર કરી શકાય છે. અગાઉ એરટેલ એક્સ્ટ્રીમ એરફાઈબર લોન્ચ કરવામાં આવ્યું હતું. એરટેલ એક્સસ્ટ્રીમ એરફાઇબર દિલ્હી અને મુંબઈમાં ઉપલબ્ધ છે. તેની પ્રારંભિક માસિક કિંમત 799 રૂપિયા છે. જ્યારે અર્ધવાર્ષિક પ્લાન 435 રૂપિયામાં આવે છે.

AirFiber એક 5G Wi-Fi સેવા છે તેમાં 5G નેટવર્ક રીસીવર છે, જેની સાથે Wi-Fi સેટઅપ કનેક્ટ થાય છે. તેમાં 1Gbps સુધીની હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવા મળવાની અપેક્ષા છે. એર ફાઈબરમાં ઓપ્ટિકલ ફાઈબરની જરૂર નહીં પડે. Jio Air Fiber 20 કરોડ ઘરો અને પરિસરોમાં પહોંચવાનું આયોજન છે. આ અંતર્ગત દરરોજ 1.5 લાખ કનેક્શન બનાવી શકાશે. જો આકાશ અંબાણીની વાત માનીએ તો Jioનું ઓપ્ટિકલ ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર 1.5 મિલિયન કિલોમીટરમાં ફેલાયેલું છે.

Read About Weather here

જિયો એર ફાઇબર સર્વિસથી યુઝર્સને કેબલ કે વાયરના નેટવર્ક વગર બ્રોડબેન્ડ જેવા હાઇસ્પીડ ઇન્ટરનેટનો લાભ મળશે. યૂઝર્સે જિયો એર ફાઇબર ડિવાઇસને સીધું જ પ્લગ ઇન કરવું પડશે અને વાઇફાઇ હોટસ્પોટની જેમ તેમને અનેક ડિવાઇસ પર જબરદસ્ત 5G ઇન્ટરનેટ સ્પીડનો લાભ મળશે.નવી જિઓ એર ફાઇબર સેવા મોટા ભાગે વાઇફાઇ હોટસ્પોટ્સની જેમ કામ કરશે. તે પોર્ટેબલ હશે અને તેને સ્માર્ટફોનની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ રાખી શકાશે. આવી સ્થિતિમાં કનેક્ટિવિટી રેન્જને લગતી કોઈ સમસ્યા નહીં આવે. આ ડિવાઈસને વાઇફાઈ 1 સપોર્ટ સાથે બજારનો ભાગ બનાવવામાં આવશે અને 1 જીબીપીએસ સુધીની સ્પીડ મળશે.

કોને લાભ મળશે 
ભારતના ઘણા એવા ક્ષેત્ર છે જ્યાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સરળતાથી પહોંચાડી શકાતી નથી. તે વિસ્તારોમાં રહેતા યુઝર્સને જિયો એર ફાઇબર દ્વારા 5જી ઇન્ટરનેટ સ્પીડનો લાભ મળશે. આ ડિવાઇસમાં જિયો 5જી સિમ કાર્ડ હશે અને તે જિયો ટ્રુ 5જી ઇકોસિસ્ટમનો ભાગ બનશે. તેના ઘણા વેરિએન્ટ અને ઘણા પ્લાન માર્કેટમાં રજૂ કરી શકાય છે, જેની જાણકારી આવતા મહિને જાહેર કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here