મહાત્મા ગાંધીજીની 154મી જન્મ જયંતિ:PM પહેલી વાર CMના શપથ પર બાપુની પ્રતિમાને કર્યાં હતા વંદન

મહાત્મા ગાંધીજીની 154મી જન્મ જયંતિ:PM પહેલી વાર CMના શપથ પર બાપુની પ્રતિમાને કર્યાં હતા વંદન
મહાત્મા ગાંધીજીની 154મી જન્મ જયંતિ:PM પહેલી વાર CMના શપથ પર બાપુની પ્રતિમાને કર્યાં હતા વંદન
દેશ 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 119મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી.

Visit Saurashtra Kranti Homepage here

ગાંધી પરિવાર અને અન્ય નેતાઓ પણ આજે રાજઘાટ પહોંચશે  

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસ 2 ઓક્ટોબરે દેશમાં દર વર્ષે ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે. તેઓ માત્ર એક પ્રખ્યાત નેતા જ નહીં પરંતુ ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. અહિંસાના માર્ગે ચાલીને રાષ્ટ્રપિતાએ આપણને અંગ્રેજોથી આઝાદી અપાવી. ગાંધી જયંતિએ દેશની સૌથી મહત્વપૂર્ણ રજાઓમાંની એક છે. આજે સમગ્ર દેશમાં રજા છે. લોકો ગાંધી જયંતિ પર એકબીજાને શુભેચ્છાઓ આપીને પણ આ દિવસની ઉજવણી કરે છે. ગાંધીજીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના વિચારો આજે પણ સમગ્ર વિશ્વને પ્રભાવિત કરે છે. ગાંધીજીએ અહિંસાના માર્ગે ચાલીને દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યો હતો. 

મહાત્મા ગાંધી પ્રત્યે લોકોમાં આદર વધારવા અને તેમના વિચારોને યાદ કરવા દર વર્ષે 2 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પછીથી લોકો મહાત્મા ગાંધીને બાપુ કહેવા લાગ્યા.  ત્યારે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. દેશ અને દુનિયામાં મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત બનનાર લોકોની ખોટ નથી. આજે લાખો-કરોડો લોકો બાપુના વિચારોથી પ્રેરિત છે. પીએમ મોદી પણ બાપુના વિચારોથી પ્રભાવિત અને પ્રરિત છે. જે તેમની પર્શનલ ડાયરીના કેટલાક બહાર આવેલા પાનાઓ પરથી જાણવા મળે છે.

Read Saurashtra Kranti E-Paper here

અંગત ડાયરીમાં બાપુના વિચારો

પર્સનલ ડાયરીમાં પીએમ મોદીએ ગાંધીનો વિચાર પોતાના હસ્તાક્ષરમાં લખ્યો હતો. મહાત્મા ગાંધી માનતા હતા કે વિકાસનું લક્ષ્ય માનવીને સુખી કરવાનું હોવું જોઈએ. તેઓ સમૃદ્ધિની આવી આધુનિક વિચારસરણીમાં માનતા ન હતા, જેમાં ભૌતિક વિકાસને પ્રગતિનો મૂળભૂત માપદંડ માનવામાં આવે છે. તેઓ બહુજન સુખાય-બહુજન હિતાય અને સર્વોદય એટલે કે સર્વોદયના સિદ્ધાંતોમાં માનતા હતા. સરકારી યોજનામાં ગાંધીજીના સર્વોદયના સિદ્ધાંતોની છાપ 
પીએમ મોદીએ સરકારી યોજનાઓમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ’નો સિદ્ધાંત અમલમાં મૂક્યો ત્યારે તેમાં ગાંધીજીના બહુજન સુખાય-બહુજન હિતાય અને સર્વોદયના સિદ્ધાંતોની છાપ હતી.

પહેલી વાર સીએમ બનતા પહેલા ગાંધીજીની તસવીરને વંદન કર્યાં 

નરેન્દ્ર મોદીનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું. મહેનત અને લગનથી તેમણે રાજનીતિ અને સેવાના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. 2001માં તેઓ પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. શપથવિધિ માટે તેઓ સચિવાલય જવાના હતા. પીએમ મોદી તૈયાર થઈને મહાત્મા ગાંધીની તસવીર પાસે ઉભા રહી ગયા. તેઓ પહેલીવાર કોઈ રાજ્યનો કાર્યભાર સંભાળવા જઈ રહ્યા હતા. તેમણે ગાંધીજીની પ્રતિમાને વંદન કર્યાં હતા અને ત્યાર બાદ શપથ માટે ગયા હતા. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here