ભારતીય ક્રિકેટટીમના કોચ પદે રાહુલ દ્રવિડ યથાવત : કોન્ટ્રાક્ટ લંબાવાયો

ભારતીય ક્રિકેટટીમના કોચ પદે રાહુલ દ્રવિડ યથાવત : કોન્ટ્રાક્ટ લંબાવાયો
ભારતીય ક્રિકેટટીમના કોચ પદે રાહુલ દ્રવિડ યથાવત : કોન્ટ્રાક્ટ લંબાવાયો
ભારતીય ટીમના હેડકોચ તરીકે રાહુલ દ્રવિડને યથાવત રાખવાનો નિર્ણય ક્રિકેટ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. આ સિવાય સપોર્ટ સ્ટાફ પણ યથાવત રહેશે. ભારતીય ક્રિકેટ બોર્ડે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે વર્લ્ડકપ ખત્મ થયા બાદ હેડકોચ તરીકે રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here


કોન્ટ્રાક્ટ લંબાવવા બોર્ડે દ્રવિડ સાથે વાટાઘાટો કરી હતી અને તે માટે બન્ને પક્ષો સંમત થયા છે. ભારતીય ટીમને મજબૂત બનાવવામાં રાહુલ દ્રવિડનું યોગદાન ચાવીરૂપ છે. નેશનલ ક્રિકેટ એકેડેમીના વડા તરીકે વીવીએસ લક્ષ્મણની કામગીરી પણ સરહનીય છે. દ્રવિડ તથા લક્ષ્મણ એકમેકના સંકલનથી ભારતીય ક્રિકેટને વધુ આગળ ધપાવશે તેવો વિશ્વાસ છે.
દ્રવિડ ઉપરાંત બેટીંગ કોચ તરીકે વિક્રમ રાઠોર, ફિલ્ડીંગ કોચપદે ટી. દિલીપ, બોલીંગ કોચ તરીકે પારસ, મહામ્બ્રેના કોન્ટ્રાક્ટ પણ લંબાવવામાં આવ્યા છે. રાહુલ દ્રવિડની કોચ તરીકેની બીજી ઇનિંગ આગામી 10મી સપ્ટેમ્બરથી શરુ થતાં દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ પ્રવાસથી શરુ થશે.

Read National News : Click Here

આ પછી ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે પાંચ ટેસ્ટમેચની શ્રેણી રમાવાની છે અને ત્યાર પછી જાુનમાં ટી-20 વર્લ્ડકપ યોજાવાનો છે. રાહુલ દ્રવિડ 2021માં ટી-20 વર્લ્ડકપ બાદ હેડકોચ તરીકે જોડાયા હતા. આ પૂર્વે કોચપદે રવિ શાસ્ત્રી હતા. દ્રવિડનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ વિશ્વકપ બાદ પુરો થયો હતો.રાહુલ દ્રવિડ કોન્ટ્રાક્ટ લંબાવવા મામલે કહ્યું કે, ટીમ ઇન્ડિયા સાથે બે વર્ષ યાદગાર બન્યા છે. ઉતાર-ચઢાવ નિહાળ્યા છે. ડ્રેસીંગરૂમમાં સર્જેલા વાતાવરણ વિશે ગર્વ છે. સારા-ખરાબ સંજોગોમાં વખતે સમાન વાતાવરણ સર્જાવામાં આવે છે. કોન્ટ્રાક્ટ લંબાવવા બદલ અને વિશ્ર્વાસ મુકવા બદલ ક્રિકેટ બોર્ડનો આભાર માન્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here