ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા તારુણ્ય સ્વાસ્થ્ય વિષયક કાર્યક્રમ સંપન્ન

ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા તારુણ્ય સ્વાસ્થ્ય વિષયક કાર્યક્રમ સંપન્ન
ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા તારુણ્ય સ્વાસ્થ્ય વિષયક કાર્યક્રમ સંપન્ન
તાજેતરમાં ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા જ્ઞાન સૌરભ સ્કુલમાં તરુણો માટે સ્વાસ્થ્ય વિષયક સેમીનાર યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ લાભ લીધો હતો અને રસપૂર્વક વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

કાર્યક્રમની શરૂઆતમાં સ્કુલના પ્રીન્સીપાલ ખુશાલભાઈ પંચાસરાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમની વિગતો આપી હતી. એફ પી એ આઈ રાજકોટ બ્રાંચ ના મેનેજર મહેશ રાઠોડે સંસ્થાની સેવાઓ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે સૌના હિત માટે કાર્ય કરતી આ સંસ્થામાં રસ ધરાવનારે જોડાવું જોઈએ તેમણે વધુંમાં જણાવ્યું હતું કે નિ:સ્વાર્થ ભાવે થતું પ્રત્યેક કાર્ય અભિનંદન અને વંદન ને પાત્ર હોઈ છે. સંસ્થાના બ્રાંચ સ્ટીયરીંગ કમિટીના સદસ્ય રાજેશભાઈ ભાતેલીયાએ ફાસ્ટ ફૂડની ઘાતક અસરો વિષે ઉંડાણથી વાત કરી હતી તેમણે નીરોગી જીવન જીવવા રાગી,બાજરો જુવાર નો ઉપયોગ વધારવા ઘરનું જમવાનું શ્રેષ્ઠ હોય તેને મહત્વ આપવા તમામ પ્રકારના શાકભાજી ગરમ પાણી માં ધોઈને ઉપયોગ કરવા અને પોતાના ઘરે જો જગ્યા ના હોઈ તો કુંડામાં ઓર્ગેનિક રીતે શાકભાજી ઉગાડવા અપીલ કરી હતી. ઇન્ડિયા રીનલ ફોઉન્ડેશન ના પ્રોગ્રામ ઓફિસર અશ્ર્વિનભાઈ ગોહેલ દ્વારા કિડનીનું કાર્ય અને મહત્વ તથા જાળવણી બાબતે વિગતે માહિતી આપેલ અને કીડની ને કાર્યરત રાખવા પાણીનો પર્યાપ્ત માત્રમાં ઉપયોગ કરવા વિનંતી કરી હતી સંસ્થા ના સદસ્ય જયરાજસિંહ રહેવરએ તારુણ્ય અવસ્થામાં વાત ચિત અને સંવાદ વિષે ઉંડાણ થી વિગતે સમજાવતા જણાવ્યું હતું કે માતા પિતાની અને શિક્ષકોની સલાહને માનવા અને તેઓને માન સન્માન આપવા સારા મિત્રો પસંદ કરવા અને સારા પુસ્તકો વાચવા અને પ્રકૃતિને પણ મિત્ર બનાવવા હાકલ કરી હતી.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here