પાક.માં પ્રથમ વખત હિન્દુ મહિલા સંસદની ચૂંટણી લડશે

પાક.માં પ્રથમ વખત હિન્દુ મહિલા સંસદની ચૂંટણી લડશે
પાક.માં પ્રથમ વખત હિન્દુ મહિલા સંસદની ચૂંટણી લડશે
પાકિસ્તાનમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં એક હિન્દુ મહિલા ડોક્ટરની ભારે ચર્ચા છે. ડો. સવીરા પરકાશ નામની હિન્દુ યુવતી પીપીપીની ટિકિટ પર ચૂંટણી લડવા જઇ રહી છે. ખૈબર પ્રાંતમાંથી તે ચૂંટણી લડવા જઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

જે માટે તેણે ઉમેદવારી પત્ર પણ ભરી દીધુ છે. ડો. સવીરા પરકાશ પ્રથમ હિન્દુ મહિલા છે કે જે ખૈબર પ્રાંતના બુનેર બેઠક પર લોકસભાની ચૂંટણી લડવા જઇ રહી છે. પાકિસ્તાનમાં ૮ ફેબુ્રઆરી ૨૦૨૪ના રોજ ચૂંટણી યોજાવા જઇ રહી છે. સવીરા પરકાશે પીકે-૨૫ જનરલ બેઠક પર ઉમેદવારી નોંધાવી છે. હાલમાં જે આ જિલ્લાની પીપીપી પાર્ટીની જનરલ સેક્રેટરી છે. ૨૦૨૨માં સવીરાએ અબોટાબાદ ઇન્ટરનેશનલ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસનો અભ્યાસ કર્યો છે. સવીરાએ જણાવ્યું હતું કે મે સરકારી હોસ્પિટલોમાં કામ કર્યું જે દરમિયાન હોસ્પિટલોની દયનીય સ્થિતિ જોઇને મને લાગ્યું કે આ સ્થિતિને બદલવા માટે ચૂંટણી લડવી જરૂરી છે કે જેથી હું સત્તા મેળવીને કોઇ નિર્ણય લઇ શકું. સવીરા બુનેર જિલ્લામાંથી ચૂંટણી લડનારી પ્રથમ મહિલા છે. તમામ બેઠકો કરતા હાલ આ જિલ્લાની બેઠકની ચર્ચા વધુ જોવા મળી રહી છે. માત્ર ૨૫ વર્ષની વયે તે આ ચૂંટણી લડવા જઇ રહી છે તેથી સૌથી યુવા મહિલા ઉમેદવાર તરીકે પણ તેની ચર્ચા છે. હિંદુ સમુદાય વતી ચૂંટણી લડનાર સવીરા પ્રકાશ તેના પિતાના પગલે ચાલીને પાકિસ્‍તાન પીપલ્‍સ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. સવીરા પ્રકાશના પિતાનું નામ ઓમપ્રકાશ છે, જેઓ નિવૃત્ત ડોક્‍ટર છે.

Read National News : Click Here

તેઓ અગાઉ પાકિસ્‍તાન પીપલ્‍સ પાર્ટીના સભ્‍ય પણ રહી ચૂક્‍યા છે.અહેવાલ મુજબᅠ કૌમી વતન પાર્ટી સાથે જોડાયેલા ખૈબર પખ્‍તુનખ્‍વાંના સ્‍થાનિક નેતા સલીમ ખાને કહ્યું કે સવીરા પ્રકાશ બુનેરથી સામાન્‍ય બેઠક પર આગામી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ સબમિટ કરનાર પ્રથમ મહિલા બની ગઈ છે. સવેરા પ્રકાશે ૨૦૨૨માં એબોટાબાદ ઈન્‍ટરનેશનલ મેડિકલ કોલેજમાંથી ગ્રેજયુએશન કર્યું હતું. તે પાકિસ્‍તાન પીપલ્‍સ પાર્ટી મહિલા વિંગના જનરલ સેક્રેટરી તરીકે પણ કામ કરી રહી છે. તેમણે મહિલા વિંગના મહાસચિવ તરીકે કામ કરતી વખતે જ સમાજ કલ્‍યાણ પ્રત્‍યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી ચૂકી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here