પાંચ સ્પર્ધામાં નવ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો

પાંચ સ્પર્ધામાં નવ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો
પાંચ સ્પર્ધામાં નવ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વર્ષ 1966થી પ્રતિ વર્ષ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ સ્પર્ધા યોજાઈ રહી છે. 10 ડિસેમ્બર થી 27 ડિસેમ્બર સુધી રાજકોટની શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી 182 શાળા કોલેજોના કુલ 9,767 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

 10 ડિસેમ્બર, રવિવારના રોજ ધો એકથી આઠના વિદ્યાર્થીઓ માટે ભારતનાં સંતો, દેવ-દેવીઓ, આઝાદીના લડવૈયાઓ વગેરેની દિવ્ય વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી.જેમાં કુલ 881 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.11થી 14 ડિસેમ્બર દરમિયાન ધો. 5 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સમુહ ભજનગાન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કુલ 61 શાળાઓના 608 વિદ્યાર્થીઓએ સુંદર પ્રાચીન ભજનો રજુ કર્યા હતાં.

Read National News : Click Here

15 અને 15 ડિસેમ્બરના રોજ ધો. એક થી બારનાં વિદ્યાર્થીઓ માટે યોજાયેલી અંગ્રેજી મુખપાઠ સ્પર્ધામાં 1,391 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જ્યારે 18 અને 19 ડિસેમ્બરના રોજ ધોરણ એક થી બારના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી ગુજરાતી મુખપાઠ સ્પર્ધામાં  1,781 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.20 અને 21 ડિસેમ્બર ના રોજ ધો.એકથી બારના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી હિન્દી મુખપાઠ સ્પર્ધામાં 1486 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.22 ડિસેમ્બરના રોજ ધોરણ એક થી 12 માટે યોજાયેલી સંસ્કૃત મુખપાઠ સ્પર્ધામાં કુલ 846 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here