જાપાનમાં ગુજરાતની લોકપ્રિયતા ચરમસીમાએ:મુખ્યમંત્રીનું શાનદાર સ્વાગત

જાપાનમાં ગુજરાતની લોકપ્રિયતા ચરમસીમાએ:મુખ્યમંત્રીનું શાનદાર સ્વાગત
જાપાનમાં ગુજરાતની લોકપ્રિયતા ચરમસીમાએ:મુખ્યમંત્રીનું શાનદાર સ્વાગત
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ જાપાન પહોંચ્યા હતા. મુખ્યમંત્રીનું જાપાનમાં રહેલા ભારતીય રાજદૂત  સીબી જ્યોર્જ અને દૂતાવાસના અધિકારીઓએ ઉષ્માભેર સ્વાગત કરી જાપાનમાં આવકાર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ભૂપેન્દ્ર પટેલ આ હાઈ લેવલ ડેલીગેશન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન માટે જાપાન પહોંચ્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાપાન ખાતે વિવિધ અગ્રણી ઉદ્યોગકારો તથા જુદા-જુદા પ્રાંતના ગવર્નર્સ સાથે વન ટૂ વન બેઠકો અને રોડ શો યોજાવાનો છે.સીએમ જાપાન ગયા છે તેના આ પ્રવાસથી વાયબ્રન્ટ સમિટમાં ગુજરાત અને જાપાન વચ્ચે ઔધોગિક સંબધો મજબૂત થવાના છે.મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે તેમના જાપાન પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ બુલેટ ટ્રેનની સફરથી કર્યો હતો. મુખ્યમંત્રી ટોકિયોથી બુલેટ ટ્રેન દ્વારા ભારત સાથે ઐતિહાસિક જોડાણ ધરાવતા શહેર યોકોહામા ગયા હતા તેમજ પ્રસિદ્ધ શેન્કેઇન ગાર્ડનની મુલાકાત લીધી હતી.મુખ્યમંત્રી અને ડેલીગેશને યામાનાશી હાઈડ્રોજન કંપનીના ગ્રીન હાઈડ્રોજનના સપ્લાય, વેચાણ, તેની સર્વિસનો ડેમો નિહાળ્યોભુપેન્દ્ર પટેલ સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે જાપાનમાં બુલેટ ટ્રેનમાં  સફર કરી

વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવા આમંત્રણ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ડેલીગેશને યામાનાશી હાઈડ્રોજન કંપનીના ગ્રીન હાઈડ્રોજનના સપ્લાય, વેચાણ, તેની સર્વિસનો ડેમો જોયો હતો. યામાનાશી ગવર્નરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલીગેશનનું સ્વાગત કરતા આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધો વધુ સુદ્રઢ બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સાથે જ જાપાન ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રમાં જે નવીન પ્રયોગો અપનાવી રહ્યું છે, તેનું પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું.ખાસ કરીને 2030 સુધીમાં દેશમાં રીન્યુએબલ એનર્જી સોર્સમાંથી 500 ગીગા વોટ ઈન્સ્ટોલ્ડ કેપેસિટીના વડાપ્રધાનના નિર્ધારમાં પણ ગુજરાત અગ્રીમ યોગદાન આપે તેવા રાજ્ય સરકારના ઈનિશિયેટિવ્ઝ મુખ્યમંત્રીએ વર્ણવ્યા હતા.

ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી પોર્ટફોલીયો 100 ગીગાવોટ સુધી લઈ જવાના લક્ષ્યાંક અને ગુજરાત ન્યૂ રીન્યુએબલ પોલિસીની માહિતી પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપી હતી. મુખ્યમંત્રીએ રીન્યુબલ એનર્જી સેક્ટર તથા ગ્રીન હાઈડ્રોજન સેક્ટરમાં જાપાન ગુજરાતના સંબંધોને નવી તકો આપવા નવા રોકાણો માટે વાઈબ્રન્ટ સમિટ 2024માં જોડાવા પણ યામાનાશી ગવર્નરને આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાન પ્રવાસના પ્રથમ દિવસે ટોકિયોમાં વસેલા ગુજરાતી સમાજ અને ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા.મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ યોકોહામા ખાતે આયોજિત જાપાન સ્થિત ગુજરાતી-ભારતીય સમુદાયના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીએ  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં ભારતમાં થયેલ આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું કે, ભારત વર્ષ 2047 સુધીમાં ’વિકસિત રાષ્ટ્ર’ બનવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે.મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌને આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવાનું આમંત્રણ આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વિવિધ ’ફ્યુચરિસ્ટિક પોલિસી’ ના અમલ થકી વિકાસને એક નવી દિશા આપવા સજ્જ છે.

જાપાન ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટોકિયો-જાપાનમાં સ્થાયી થયેલા ગુજરાતી સમાજ અને ભારતીય સમુદાયના લોકો સાથે યોજાયેલા મિલન સમારોહમાં જણાવ્યું કે, ગુજરાતીઓ અને ભારતીય સમુદાય સાહસિકતા અને વેપાર કુશળતાથી વિશ્વના અનેક દેશોમાં સ્થાયી થયેલા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન-રાજ્ય ગુજરાતના વિકાસની સુવાસ જાપાનમાં પણ પ્રસરાવી રહેલા ભારતીય અને ગુજરાતી સમુદાય તેનું આગવું દ્રષ્ટાંત છે, તેમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2007માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાપાનની લીધેલી મુલાકાતથી ગુજરાત-જાપાન વચ્ચે બિઝનેસ એન્ડ કલ્ચરલ રિલેશન્સનો વ્યાપ વધ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય ડેલિગેશન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પ્રમોશન તેમ જ જાપાન સાથેનો સંબંધ સેતુ વધુ સુદ્રઢ કરવા જાપાનના સાપ્તાહિક પ્રવાસે છે.

Read National News : Click Here

આ પ્રવાસના પ્રથમ દિવસે ટોકિયામાં વસતા ગુજરાતી સમાજ, ભારતીય સમુદાય સાથેના સ્નેહમિલનમાં મુખ્યમંત્રીએ ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાની વિસ્તૃત વિગતો આપી હતી.મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે 2003માં શરૂ  કરાવેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે બે દાયકા પૂર્ણ કરી ગુજરાતના વૈશ્વિક વિકાસની આગવી ઓળખ બની છે.ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ, ઓટોહબ ઉપરાંત હવે ગ્રીન હાઈડ્રોજન, સેમીકંડક્ટર અને ઈ-મોબિલિટી જેવા નવા ઊભરતાં સેક્ટર્સમાં પણ રોકાણો માટેનું હબ બનવા સજ્જ થયું છે, એમ તેમણે ગૌરવસહ જણાવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપમાં ભારત વિકાસની નવી ઊંચાઈઓ પાર કરી રહ્યું છે અને ગુજરાત પણ દેશના વિકાસના રોલમોડેલ તરીકે તેમાં અગ્રેસર છે, એમ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાકાર કરતા જી-20ની ઈન્ડિયા પ્રેસિડેન્સી સફળતાપૂર્વક પાર પાડી છે.

શ્રી સી.બી. જ્યોર્જે ગુજરાત અને જાપાન તથા ભારત વચ્ચેના ઉષ્માપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કરતા કનેક્ટિંગ હિમાલયાઝ વિખ માઉન્ટ ફુજી વિશે પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી.તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ એ હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે અને જાપાનમાં ઘેરઘેર વાઈબ્રન્ટ ગુજરાતનું નામ ગૂંજતું થયું છે, તેમ પણ જણાવ્યું હતું.જાપાન ટોકિયોમાં વસેલા ગુજરાતી-ભારતીય સમુદાયના અગ્રણીઓ, આમંત્રિત પરિવારો તથા પદાધિકારીઓ આ સ્નેહમિલનમાં જાડાયા હતા.ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો તથા ડેલિગેશનના સભ્યો પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here