ગાંધીનગર:ધોળાકૂવામાં 500 ઝૂંપડાવાસીઓ માટે હવે હાઇરાઇઝ કોલોની ઉભી કરાશે

ગાંધીનગર:ધોળાકૂવામાં 500 ઝૂંપડાવાસીઓ માટે હવે હાઇરાઇઝ કોલોની ઉભી કરાશે
ગાંધીનગર:ધોળાકૂવામાં 500 ઝૂંપડાવાસીઓ માટે હવે હાઇરાઇઝ કોલોની ઉભી કરાશે
ગાંધીનગરશહેરમાં ઝૂંપડપટ્ટીના દબાણો વધી રહ્યા છે અને સરકારની કરોડો રૃપિયાની જમીન ઝૂંપડાઓને કારણે બિન ઉપયોગી બની છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં ધોળાકુવા ખાતે ઝુંપડાવાસીઓ માટે ૫૦૦ આવાસની હાઇરાઇઝ કોલોની ઉભી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

અલગ અલગ વિસ્તારમાંથી ઝુપડપટ્ટીના દબાણો હટાવીને અહીં આવાસો ફાળવવામાં આવશે.રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં સરકારની કરોડો રૃપિયાની જમીન ઉપર ઝૂંપડપટ્ટીના દબાણો ઉભાયા થયેલા છે ત્યારે શહેરના સેક્ટર ૧૩માં મહાત્મા મંદિર બનાવવાનું હતું ત્યારે દબાણ હટાવીને અહીં રહેતા ઝૂંપડાવાસીઓ માટે સેક્ટર ૨૫ જીઆઇડીસી નજીક સ્વામી વિવેકાનંદ કોલોની ઉભી કરવામાં આવી હતી અને ઝૂંપડાવાસીઓને ત્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ ગાંધીનગરમાં ઝુંપડાવાસીઓ માટે કોઈ નવી યોજના અમલમાં મૂકવામાં આવી ન હતી. તાજેતરમાં સેક્ટર ૧૪ની ઝુપડપટ્ટીને વિવેકાનંદ નગર પાસે લઈ જવાનો વિચાર કરાયો હતો પરંતુ સ્થાનિકોના વિરોધને પગલે તે પણ માંડી વાળવામાં આવ્યો છે ત્યારે હવે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ધોળાકૂવામાં સરકારી જમીન ઉપરના દબાણો હટાવીને અહીં ઝૂંપડાવાસીઓ માટે ૫૦૦ આવાસની હાયરાઇઝ કોલોની બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Read Saurashtra Kranti E-Paper here

હાલ કોર્પોરેશન દ્વારા ધોળાકૂવામાં જે દબાણ હટાવવામાં આવ્યા છે તે પરિવારોને પણ આ આવાસ યોજનામાં સામેલ કરી દેવામાં આવશે ત્યારબાદ નવા વિસ્તારમાં પણ જ્યાં કોર્પોરેશનની જમીનો ઉપર ઝૂંપડપટ્ટીના દબાણો છે તેવા કોબા, રાયસણ, ભાટ, મહાત્મા મંદિર આસપાસના વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીને હટાવીને તેમને આ આવાસ યોજનામાં લઈ જવામાં આવશે અહીં એક બેડરૃમ, એક સ્ટડી રૃમ, ડ્રોઇંગ રૃમ અને કિચન સહિતની સુવિધા સાથેનું ફ્લેટ ટાઇપ આવાસ બનાવીને તેમને ફાળવાશે.

ગાંધીનગરમાં અત્યાર સુધી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુડા દ્વારા અલગ અલગ આવાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી તો ઝૂંપડપટ્ટીઓના નાગરિકોને સેક્ટર ૨૫ જીઆઇડીસી પાસે આવાસ ફાળવવામાં આવ્યા હતા તેનો ખર્ચ પણ પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકા ઝુંપડાના દબાણ હટાવીને તેમને આવાસ આપવા માટે પ્રોજેક્ટ લાવી રહી છે. તેમાં કોર્પોરેશનને કોઈ ભારણ પડે નહીં તેવું આયોજન કરવામાં આવ્યું છે. જમીન કોર્પોરેશનની રહેશે પરંતુ આવાસ યોજના ઊભી કરનાર બિલ્ડરને તેટલી જ એફએસઆઈ અન્ય સ્થળે આપવામાં આવશે. જેથી કોર્પોરેશનના કોઈ પ્રકારનો ખર્ચ કરવાનો રહેશે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here