કાલે રાજકોટ શહેરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનું વિશાળ સ્નેહમિલન યોજાશે

કાલે રાજકોટ શહેરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનું વિશાળ સ્નેહમિલન યોજાશે
કાલે રાજકોટ શહેરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનું વિશાળ સ્નેહમિલન યોજાશે
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ સમિતિ નોર્થ ઝોન, વેસ્ટ ઝોન અને સાઉથ ઝોન રાજકોટ શહેર દ્વારા રાજકોટ શહેરમાં આગામી તારીખ 4 જાન્યુઆરી ને ગુરુવારના રોજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરના નવા 150 રિંગ રોડ પર પાટીદાર ચોક પાસે આવેલા શુભમંગલ પાર્ટી લોન્સ એન્ડ બેન્ક્વેટ ખાતે નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર અદ્યતન કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું આગામી તારીખ 21 જાન્યુઆરી, 2024ના રોજ ભૂમિપૂજન થનાર છે ત્યારે આ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહનું આમંત્રણ આપવા અને ભૂમિદાન માટે સૌને સંકલ્પબદ્ધ કરવાના આશય સાથે નરેશભાઈ પટેલ આ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે.

Read National News : Click Here

રાજકોટ શહેરના નવા 150 રિંગ રોડ પર પાટીદાર ચોક પાસે આવેલા શુભમંગલ પાર્ટી લોન્સ એન્ડ બેન્ક્વેટ ખાતે સાંજે 5 કલાકેથી આ સ્નેહમિલન સમારોહ શરૂ થશે. જેમાં મનસુખભાઈ વસોયા હાસ્યરસ પીરસશે. ત્યારબાદ નરેશભાઈ પટેલ ઉપસ્થિત સૌને રાજકોટ નજીક અમરેલી ગામ ખાતે નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર અંગેની માહિતી આપશે અને સૌને આ માનવ સેવાના કાર્યમાં ભૂમિદાનના માધ્યમથી સહભાગી થવા આહવાન કરશે. કાર્યક્રમના અંતે સૌ સમૂહ ભોજન લઈશું. તો આ સ્નેહમિલન સમારોહમાં પધારવા શ્રી ખોડલધામ પરિવાર- રાજકોટ શહેર (નોર્થ ઝોન, વેસ્ટ ઝોન અને સાઉથ ઝોન) લેઉવા પટેલ પરિવારજનોને ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here