એપલે મંગળવારે નવા હાઈ એન્ડ આઇફોન 15 પ્રો અને 15 પ્રો મેક્સને લોન્ચ કર્યા છે. તેમાં સ્ટેનલેસ સ્ટીલ ફ્રેમની જગ્યાએ ટાઈટેનિયમનો ઉપયોગ થયો છે. તેનાથી ફોન ઘણો દમદાર અને હળવો પણ થઈ જાય છે.
Visit Saurashtra Kranti Homepage here
જોવામાં પણ ખુબ સ્ટાઈલિશ લાગે છે. તેના ડિસ્પ્લેની સાઈઝ ક્રમશ 6.1 અને 6.7 ઈંચ છે. આઇફોન 15 સિરીઝના સ્પેસિફિકેશન પર જો નજર ફેરવીએ તો તેમાં તમને પ્રિસિઝન ડ્યુઅલ-ફ્રીક્વન્સી જીપીએસ ડિજિટલ કમ્પાસ વાઈ ફાઈ સેલ્યુલર અને આઈબીકોન માઈક્રો લોકેશન મળે છે. તેમાં નાવિકને ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) દ્વારા વિક્સિત કરાયું છે.
દેશની પોઝિશન, નેવિગેશન, અને ટાઈમની જરૂરિયાતોને પૂરી કરવા માટે ઈસરોએ એક ક્ષેત્રીય નેવિગેશન ઉપગ્રહ પ્રણાલી સ્થાપિત કરી છે જેને નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટેલેશન (નાવિક) કહે છે. નાવિકને પહેલા ભારતીય ક્ષેત્રીય નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવતું હતું. નાવિકને 7 ઉપગ્રહોના એક સમૂહ અને 24*7 સંચાલિત કરનારા ગ્રાઉન્ડ સ્ટેશનોના એક નેટવર્કની સાથે ડિઝાઈન કરવામાં આવ્યું છે.
Read Saurashtra Kranti E-Paper here
આઇફોન 15 પ્રોમાં પાછળની બાજુ ટ્રિપલ કેમેરા સેટઅપ છે જેમાં 48- મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા છે. એક 12-મેગાપિક્સલ કેમેરા અને એક 12 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે, સેલ્ફી માટે તેમાં સિંગલ ફ્રન્ટ કેમેરા સેટઅપ છે, જેમાં 12 મેગાપિક્સલ સેન્સર છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here