અમેરિકાના અબજોપતિએ યુવાન રહેવા માટે વેચી નાખી 700 કરોડની કંપની,રોજ 111 ટેબલેટ ખાય છે

અમેરિકાના અબજોપતિએ યુવાન રહેવા માટે વેચી નાખી 700 કરોડની કંપની,રોજ 111 ટેબલેટ ખાય છે
અમેરિકાના અબજોપતિએ યુવાન રહેવા માટે વેચી નાખી 700 કરોડની કંપની,રોજ 111 ટેબલેટ ખાય છે
અમેરિકાના ટેક મિલેનિયર બ્રાયન જોનસન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. બ્રાયન યુવાન બની રહેવાના પોતાના પ્રયત્નોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. લોકો પોતાની ઉંમર કરતા યુવાન રહેવા માટે પોતાની જીવનશૈલીમાં સુધારો કરે છે.

ખાવા-પીવાની આદતોમાં સુધારો કરે છે તથા યોગ અભ્યાસની મદદ લે છે. બ્રાયન આ મામલે સામાન્ય લોકોથી ખૂબ જ આગળ ચાલે છે. તે યુવાન બની રહેવા માટે દરરોજ 111 ટેબલેટ ખાય છે.તમે દાદી-નાની ની સ્ટોરીઓમાં એક એવા રાજા વિશે સાંભળ્યું હશે જે હંમેશા યુવાન બની રહેવા માંગે છે. આવી વાતો માત્ર સ્ટોરીઓમાં જ નથી હોતી. વાસ્તવિક દુનિયામાં પણ આવા રાજા જેવા લોકો હોય છે. આ અમેરિકી અબજોપતિની કહાની આ રાજા સાથે ખૂબ જ મળતી હોય છે. આ અબજોપતિએ હંમેશા યુવાન બની રહેવા માટે પોતાની 700 કરોડની કંપની વેચી નાખી છે.

અનેક પ્રકારની મશીનોની મદદ

એક ઈન્ટરવ્યુમાં બ્રાયન પોતે એ વાતનો ખુલાસો કર્યો છે કે, યુવાન દેખાવા અને યુવાન બની રહેવા માટે તે ખૂબ જ મહેનત કરે છે. આ માટે તેઓ હેલ્થને મોનિટરિંગ કરનારી અનેક મશીનોની મદદ લે છે. આ મશીનો પણ સામાન્ય નથી. જેમ કે તે એક બેઝબોલ કેપ પહેરે છે જેના કારણે તેની ખોપડી પર લાલ પ્રકાશ પડે છે. તે એક જેટપેક સાથે સૂવે છે જેમાં ઊંઘ દરમિયાન શરીરની ગતિવિધિઓ મોનિટર કરનારું મશીન અટેચ રહે છે. તેઓ નિયમિતપણે તેમના સ્ટૂલ સેમ્પલ એકત્ર કરતો રહે છે.

બ્રાયનની વિચિત્ર આદતો

બ્રાયનની વિચિત્ર આદતો માત્ર આટલા સુધી મર્યાદિત નથી. તેણે તેના ટીનેજર પુત્રથી બ્લડ એક્સચેન્જ કરાવ્યું હતું. તે સતત એમઆરઆઈ અને બોડી ફેટ સ્કેન જેવી તપાસ કરાવતો રહે છે. 30 ડોક્ટરોની ટીમ તેની દેખરેખ રાખે છે. તેની ડ્રાઈવિંગ સ્ટાઈલ પણ વિચિત્ર છે. જ્યારે તેની કારમાં બેસે છે, ત્યારે તે પ્રથમ પુનરાવર્તન કરે છે કે કાર ચલાવવી એ વિશ્વનું સૌથી મુશ્કેલ કામ છે. તે પછી તે કાર લઈને ખૂબ જ ધીમી ગતિએ નીકળી જાય છે.  

શરીર પર આટલો ખર્ચ કરે છે બ્રાયન

આ જ ઈન્ટરવ્યુમાં બ્રાયને જણાવ્યું હતું કે તે ફિટ રહેવા અને યુવાન રહેવા માટે દરરોજ 111 ટેબલેટ ખાય છે. એવું કહેવાય છે કે, બ્રાયન યુવાન દેખાવા માટેના તેના ઉપાયો પર દર વર્ષે 2 મિલિયન ડોલર એટલે કે લગભગ 16.5 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. બ્રાયન એવું ઈચ્છે છે કે, તે માત્ર 18 વર્ષના યુવક જેવો જ ન દેખાય પરંતુ તેના શરીરના અંગો પણ 18 વર્ષના યુવકની જેમ કામ કરવા જોઈએ. બ્રાયનની ઉંમર હાલમાં 46 વર્ષ થઈ ચૂકી છે.