PM મોદીએ લખેલા‘માડી’ગરબા પર વર્લ્ડ રેકોર્ડ સર્જાશે:રેસકોર્સ મેદાનમાં ઝૂમશે 1 લાખથી વધુ ખેલૈયાઓ

PM મોદીએ લખેલા‘માડી’ગરબા પર વર્લ્ડ રેકોર્ડ સર્જાશે:રેસકોર્સ મેદાનમાં ઝૂમશે 1 લાખથી વધુ ખેલૈયાઓ
PM મોદીએ લખેલા‘માડી’ગરબા પર વર્લ્ડ રેકોર્ડ સર્જાશે:રેસકોર્સ મેદાનમાં ઝૂમશે 1 લાખથી વધુ ખેલૈયાઓ
આજે શરદપૂર્ણિમા છે, ત્યારે રાજકોટ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજકોટના 5 લાખ સ્ક્વેર મીટર ગ્રાઉન્ડમાં 1 લાખ કરતા વધુ ખેલૈયાઓ PM મોદીએ લખેલા ‘માડી’ ગરબાના તાલે ગરબા રમીને વિશ્વવિક્રમ બનાવશે.

Visit Saurashtra Kranti Homepage here

આજે શરદપૂર્ણિમા પર 2 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ પર કુલ 1 લાખ કરતા વધારે ખેલૈયાઓ ગરબે ઘુમશે. આજે શરદ પૂનમના દિવસે યોજાનાર કાર્યક્રમમાં વિશ્વવિક્રમ નોંધાશે. 1 લાખથી વધારે ખેલૈયાઓ ગરબા રમીને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિત લિમ્કા બૂક ઓફ રેકોર્ડ્સમાં વિશ્વવિક્રમ નોંધાશે. મહત્વનું છે કે, અગાઉ 60 હજાર લોકોએ એકી સાથે ગરબા રમી રેકોર્ડ સર્જ્યો હતો. 1 લાખથી વધુ ખેલૈયાઓ રમશે ગરબા શરદ પૂનમના દિવસે રાજકોટમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. વાત જાણે એમ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માડી ગરબા પર આ વિશ્વ રેકોર્ડ બનવા જઇ રહ્યો છે. માહિતી પ્રમાણે PM મોદીના ગરબા પર આજે શરદ પૂનમે 1 લાખથી વધુ ખેલૈયાઓ ગરબા રમશે. જેને લઈ હવે 20થી વધુ સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે અહીં 500થી વધુ સ્વયંસેવકો અને 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રહેશે. 

ખેલૈયાઓને લેવડાવાશે સંકલ્પ


પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલ ગરબો ગીત આધારિત મ્યુઝિક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ તરફ હવે રાજકોટમાં PM નરેન્દ્ર મોદી લેખિત ‘માડી’ ગરબા પર વિશ્વ રેકોર્ડ બનશે. વિગતો મુજબ આજે શરદ પૂનમના દિવસે આ વિશ્વ રેકોર્ડ સર્જાનાર છે. જેમાં ખાસ કરીને 1 લાખથી વધુ ખેલૈયાઓ ‘માડી’ ગરબા પર રમી વિશ્વ રેકોર્ડ કરશે. આ સાથે ડ્રગ્સ મુક્ત રાજકોટના સંકલ્પ પણ લેવડાવવામાં આવશે.

જાણો કોના દ્વારા કરવામાં આવ્યું આયોજન


આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શહેર ભાજપ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, ઇન્ક્રેડિબલ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. રાજકોટમાં આ દરમિયાન ડ્રગ્સ મુક્ત રાજકોટના સંકલ્પ પણ લેવડાવવામાં આવશે તો સાથે રાજકોટમાં ‘સે નો ટુ ડ્રગ્સ’ સૂત્ર સાથે અભિયાન પણ શરૂ કરવામાં આવશે. આ સાથે 20થી વધુ સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવશે. વ્યવસ્થાના ભાગરૂપે 500થી વધુ સ્વયંસેવકો ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેશે તો 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. 

Read National News : Click Here

PM નરેન્દ્ર મોદી લેખિત ‘માડી’ ગરબો 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા આ ગરબા ગીત લખ્યું હતું. નવરાત્રીના પર્વ પર આ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. ધ્વનિ ભાનુશાળીએ આ ગરબો ગાયો છે અને તનિષ્ક બાગચીએ ગીતને સ્વર આપ્યો છે. જૈકી ભગનાની આ ગીતના નિર્માતા છે. આ ગીત યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખેલ ગીત ‘ગરબા’માં તનિષ્ક બાગચીના સૂર અને ધ્વનિ ભાનુશાળીના અવાજનો જાદુ જોવા મળશે. સંગીતનો આ જાદુ નવરાત્રી દરમિયાન ગુજરાતની સંસ્કૃતિ જોવા માટે પ્રેરિત કરે છે. જે નદીમ શાહે ડાયરેક્ટ કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here