OMG…!થાઇલૅન્ડમાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાના બિલને ભારે બહુમતીથી મંજૂરી મળી

OMG...!થાઇલૅન્ડમાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાના બિલને ભારે બહુમતીથી મંજૂરી મળી
OMG...!થાઇલૅન્ડમાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાના બિલને ભારે બહુમતીથી મંજૂરી મળી

થાઈલેન્ડની નેશનલ એસેમ્બલીના ઉપલા ગૃહ સેનેટે મંગળવારે સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાના બિલને ભારે બહુમતીથી મંજૂરી આપી હતી. આ સાથે થાઈલેન્ડ આવો કાયદો લાગુ કરનાર દક્ષિણ-પૂર્વ એશિયાનો પહેલો દેશ બની ગયો છે.બિલ પર વોટિંગ દરમિયાન સેનેટમાં 152 સભ્યો હાજર હતા, જેમાંથી 130 સભ્યોએ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે ચાર સભ્યોએ તેની વિરૂદ્ધમાં વોટિંગ કર્યું હતું. સેનેટના 18 સભ્યોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો. આ બિલને હવે થાઈલેન્ડના રાજા મહા વજીરાલોંગકોર્ન પાસેથી ઔપચારિક મંજૂરી મેળવવાની જરૂર છે, ત્યારબાદ તેને સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે.

OMG…!થાઇલૅન્ડમાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાના બિલને ભારે બહુમતીથી મંજૂરી મળી લગ્ન

સરકારી ગેઝેટ 120 દિવસની અંદર એક તારીખ નક્કી કરશે જ્યારે બિલ કાયદા તરીકે અમલમાં આવશે. તાઈવાન અને નેપાળ પછી થાઈલેન્ડ સમલૈંગિક લગ્નને મંજૂરી આપનારો એશિયાનો ત્રીજો દેશ બનશે. લગ્ન સમાનતા બિલ કોઈપણ જાતિના વિવાહિત ભાગીદારોને સંપૂર્ણ કાનૂની, નાણાંકીય અને તબીબી અધિકારો પ્રદાન કરે છે.

OMG…!થાઇલૅન્ડમાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાના બિલને ભારે બહુમતીથી મંજૂરી મળી લગ્ન

આ બિલ ગયા એપ્રિલમાં પસાર થયું હતું. સંસદીય સત્રના સમાપન પહેલા તેને સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.આ ખરડો પુરૂષ અને સ્ત્રી , પતિ અને પત્ની શબ્દોને વ્યક્તિ અને લગ્ન જીવનસાથીમાં બદલીને કાયદામાં સુધારો કરશે. થાઇલેન્ડ સ્વીકૃતિ અને સર્વસમાવેશકતા માટે પ્રતિષ્ઠા ધરાવે છે. અહીંના સમલૈંગિક સમુદાયનું કહેવું છે કે, તેઓ રોજિંદા જીવનમાં ભેદભાવનો સામનો કરે છે.

OMG…!થાઇલૅન્ડમાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાના બિલને ભારે બહુમતીથી મંજૂરી મળી લગ્ન

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here