લાલસિંહ ચઢ્ઢા ફિલ્મના શુટિંગમાં આમીરખાનને પાંસળીમાં ઈજા, દવા લઈને શોટ પૂરો કર્યો

આમીરખાન દિલ્હીમાં લાલસિંહ ચઢ્ઢા ફિલ્મ માટે શુટિંગ કરી રહૃાો હતો ત્યારે જ તેને પાંસળીમાં ઈજા થઈ હતી, પરંતુ શુટિંગમાં કોઈ વિલંબ ના થાય તે માટે આમીરે પેઇનકિલર લઈને શુટિંગ જાળવી રાખ્યું હતું. શુટિંગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણતાં આમીરે કામ બંધ કરવાના બદલે પોતાની ઈજાને હળવી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ સેટ પર હાજર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે કેટલીક એક્શનમાં આમીરખાનને પાંસળીમાં ઈજા થઈ હતી. જો કે તેણે ફિલ્મના શુટિંગને અટકવા દીધું ન હતું. તેણે ફક્ત પોતાને કેટલી ઈજા થઈ છે તેનો અંદૃાજ મેળવ્યો હતો અને પછી તરત થોડી પેઇનકિલર્સ લઈને શુટિંગનો આરંભ કરી દીધો હતો. અગાઉ અગત્યના દોડવાના શ્યમાં આમીર ખાનને સતત દોડવાના કારણે થાકી ગયો હતો.