ડેબ્યૂ ફિલ્મના રિલીઝ પર ગુજરાત હાઇકોર્ટનો મનાઇ હુકમ, જાણો કેમ વિવાદમાં આવી ડેબ્યૂ ફિલ્મ…

ડેબ્યૂ ફિલ્મના રિલીઝ પર ગુજરાત હાઇકોર્ટનો મનાઇ હુકમ, જાણો કેમ વિવાદમાં આવી ડેબ્યૂ ફિલ્મ
ડેબ્યૂ ફિલ્મના રિલીઝ પર ગુજરાત હાઇકોર્ટનો મનાઇ હુકમ, જાણો કેમ વિવાદમાં આવી ડેબ્યૂ ફિલ્મ

આમીર ખાનના પુત્રની ફિલ્મ પર ગુજરાતમાં હંગામી ધોરણે સ્ટે મુકવામાં આવ્યો છે. મહારાજ ફિલ્મ આમીર ખાનના દિકરા જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ છે. આ સમગ્ર મામલે ‘લાયબેલ કેસ 1862’ પર આધારિત ફિલ્મ છે. ત્યારે આ ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયનાં વિવાદીત ચિત્રણનો આરોપ છે.બોલીવુડ સ્ટાર આમીરખાનના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ મહારાજને ગુજરાતમાં હંગામી ધોરણે સ્ટે મુકવામાં આવ્યો છે. OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રજૂ થનાર ફિલ્મનો વિવાદ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.વૈષ્ણવ સંપ્રદાયને લઇ વિવાદીત ટિપ્પણીઓ અને હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડતી બાબતો વર્ણાયેલી હોવાનો દાવા સાથે આ ફિલ્મ પર સ્ટે મુકી દેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ગુજરાતમાં કૃષ્ણ ભકતો અને વલ્લભાચાર્યજીના અનુયાયીઓ તરફથી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

આમીરના દીકરાની ફિલ્મ પર મુકાયો સ્ટે
મહારાજ ફિલ્મ આમીર ખાનના દિકરા જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ છે. આ સમગ્ર મામલે ‘લાયબેલ કેસ 1862’ પર આધારિત ફિલ્મ છે.આ ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયનાં વિવાદીત ચિત્રણનો આરોપ છે. ફિલ્મ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વૈષ્ણવ સંપ્રદાયે અગાઉ પણ રજૂઆત કરી હતી પરતું એક્શન ન લેવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ડેબ્યૂ ફિલ્મના રિલીઝ પર ગુજરાત હાઇકોર્ટનો મનાઇ હુકમ, જાણો કેમ વિવાદમાં આવી ડેબ્યૂ ફિલ્મ... ફિલ્મ

હાઇકોર્ટે ફિલ્મ પક્ષકારોને નોટીસ ફટકારી
મહારાજ ફિલ્મ પર ગુજરાત હાઇકોર્ટે પક્ષકારોને નોટીસ પાઠવી છે. 18 જૂન સુધીમાં જવાબ રજૂ કરવા કોર્ટે આદેશ આપ્યો છે. મહારાજા ફિલ્મ પર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ હતુ કે “ફિલ્મમાં દેવી દેવતાનું અપમાન સહન નહીં થાય”, મહરાજા ફિલ્મમાં અશોભનિય અભિનય કરવામાં આવ્યો છે આ સાથે અભિનય બતાવીને દેવી-દેવતાઓનું કોઈ અપમાન કરી શકે નહી.એક્ટર અને ડિરેક્ટર હંમેશા આ વાતનું ધ્યાન રાખે”.

ડેબ્યૂ ફિલ્મના રિલીઝ પર ગુજરાત હાઇકોર્ટનો મનાઇ હુકમ, જાણો કેમ વિવાદમાં આવી ડેબ્યૂ ફિલ્મ... ફિલ્મ

શું છે સમગ્ર મામલો?
જસ્ટિસ સંગીતા વિષેને ચુકાદો આપતાં કહ્યું કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. કેટલાક અરજદારોએ આ અંગે વાંધો ઉઠાવ્યો છે. કોર્ટે નોટિસ પાઠવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આની સુનાવણી 18 જૂને થશે.
ભગવાન કૃષ્ણ અને વલ્લભાચાર્યના ભક્તોએ આ અંગે અરજી દાખલ કરી છે. અરજીમાં લખવામાં આવ્યું છે કે આ ફિલ્મ મહારાજ 1862ના લાયબલ કેસ પર આધારિત છે જેની જાહેર વ્યવસ્થા પર નકારાત્મક અસર પડે છે. તે એમ પણ કહે છે કે આ ફિલ્મ હિંદુ ધર્મને પણ ઠેસ પહોંચાડે છે.
આ સાથે, ન તો ફિલ્મનું કોઈ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, ન તો કોઈ પ્રમોશનલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું .જેથી સ્ટોરીલાઈન વિશે માહિતી મેળવી શકાય. જો આ ફિલ્મને રિલીઝ થવા દેવામાં આવે તો લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.
અરજદાર તરફથી એવી પણ દલીલ કરવામાં આવી છે કે તેણે માહિતી અને પ્રસારણ મંત્રાલયને ફિલ્મની રિલીઝને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. જો કે હજુ સુધી તેમના તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here