ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું? : “9” ફુટ કરતાં વધારે ઊંચાઇની બનાવવા કે વહેંચવા સંપૂર્ણ પ્રતિબંધ

ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું? : "9" ફુટ કરતાં વધારે ઊંચાઇની બનાવવા કે વહેંચવા સંપૂર્ણ પ્રતિબંધ
ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું? : "9" ફુટ કરતાં વધારે ઊંચાઇની બનાવવા કે વહેંચવા સંપૂર્ણ પ્રતિબંધ
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા આજે ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જરૂરી મુદ્દાઓની ચર્ચા કરી માર્ગદર્શન આપી સારી રીતે લોકો મહોત્સવ ઉજવણી કરી શકે તે માટે આયોજન કરવા સૂચન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આયોજકો સાથે બેઠક યોજ્યા બાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ ગણેશ મહોત્સવને લઈ જાહેરનામુ પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યું છે. જેમાં શહેરમાં સાર્વજનીક ગણેશ મહોત્સવના પંડાલમાં દુંદાળા દેવની 9 ફુટથી ઉંચી મૂર્તિ રાખી શકાશે નહીં. તદઉપરાંત પીઓપી મૂર્તિ બનાવવા તેમજ વેચાણ ઉપર પણ મનાઈ ફરમાવવામાં આવી જે અંગે પણ જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા ગણેશ મહોત્સવને લઈને અલગ અલગ 9 જેટલા મુદ્દાઓ આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે જાહેરનામાનો અમલ તારીખ 4 ઓગસ્ટ થી 29 સપ્ટેમ્બર 2023 સુધી લાગુ રહેશે જે લોકો નહીં કરે તેની સામે પોલીસ દ્વારા આઇપીસી કલમ 188 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગણેશજીની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસની બનાવવા કે વેચવા કે સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ.

ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની “9” ફુટ કરતાં વધારે ઊંચાઇની બનાવવા, વેચવા, સ્થાપના કરવા, તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા ઉપર પ્રતિબંધ.નકી કરેલા વિસર્જન સ્થળો અને લીધેલ મંજુરીમાં દર્શાવેલ સ્થળ સિવાય અન્ય કોઈ દરિયા, નદી,તળાવ, કુદરતી જળ સ્ત્રોત કે નદીના ઓવારા ખાતે વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ.મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરનાર છે તે જગ્યા તથા મૂર્તિ જે જગ્યાએ વેચાણ માટે રાખનાર છે તે જગ્યાની નજીકમાં તથા આજુબાજુમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવા ઉપર.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં મોટા 10 થી 15 જેટલા આયોજનો સહિત સોસાયટી અને ઓફિસોમાં મળી નાના મોટા કુલ 1500 થી વધુ ગણેશ મહોત્સવના આયોજન થાય છે. હાલ ગણેશ મહોત્સવને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કારીગરોએ પણ અવનવી બાપાની ડિઝાઇન સાથે મૂર્તિ બનાવવાનું શરૂ કરી દીધું છે અને આયોજકો પણ બુકીંગ સાથે આયોજનની તૈયારીમાં જોડાઈ ગયા છે.

તેમજ મૂર્તિઓના બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ.મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેંચાણમાં લીધેલ અથવા ખંડીત થયેલ મૂર્તિઓને સ્થાપના દિવસ બાદ બિનવારસી હાલતમાં મુકવા ઉપર પ્રતિબંધ.કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, તથા વેચવા ઉપર તેમજ સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ.સ્થાપના વિસર્જન સરઘસ યોજવા અંગેની પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાયના અન્ય રૂટ ઉપર સ્થાપના વિસર્જન સરઘસ યોજવા ઉપર પ્રતિબંધ.CCTV લગાવ્યા વિના ગણેશ પંડાલનું આયોજન કરવા ઉપર પ્રતિબંધ.ફાયર એક્સટીંગ્યુસર (અગ્નિક્ષામક) લગાવ્યા વિના ગણેશ પંડાલનું આયોજન કરવા ઉપર પ્રતિબંધ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here