કાર્તિક આર્યનની આગામી ફિલ્મ શહજાદાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ રીલીઝના આશરે એક મહિના પહેલાં ટ્રેલર લોન્ચ કરાયું છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન જોરદાર એક્શન સાથે કોમેડી કરતો પણ જોવા મળી રહ્યો છે. 3 મિનિટ અને 4 સેકન્ડના ટ્રેલરમાં જોરદાર એક્શનની સાથે સારી કોમેડીની ઝલક જોવા મળે છે. ટ્રેલરને માત્ર 1 કલાકમાં 1 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
લોકો ટ્રેલરને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન જોવા મળશે. ઉપરાંત પરેશ રાવલ, રાજપાલ યાદવ, મનીષા કોરિલા અને સચિન કેલકર જેવા ઘણા દિગ્ગજ કલાકારોએ પણ અભિનય આપ્યો છે.એક્શન ડ્રામા ફિલ્મ શહજાદાનું ટ્રેલર લોન્ચ ગુરુવારે મુંબઈમાં કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. લોકોએ આ ટીઝરને પણ સારો પ્રતિસાદ આપ્યો છે. ત્યારથી ફેન્સ શાહજાદાના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા.
Read About Weather here
ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મ એક્શન, ડ્રામા અને રોમાન્સથી ભરપૂર હશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન કૃતિ સેનન સાથે રોમાન્સ કરતો જોવા મળશે. જ્યારે રાજપાલ યાદવ અને પરેશ રાવલ કોમેડીનો ઉમેરો કરતા જોવા મળે છે.ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ હવે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ભૂલભુલૈયા-2 બાદ કાર્તિકની ડીમાન્ડ દર્શકોના વિશેષ વધી છે. તેથી આ ફિલ્મ થિયેટરોમાં સારો દેખાવ કરશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here