સામાન્ય ઠંડક વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઝાકળભીનું વાતાવરણ

સામાન્ય ઠંડક વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઝાકળભીનું વાતાવરણ
સામાન્ય ઠંડક વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઝાકળભીનું વાતાવરણ

આજે સવારે રાજકોટનું લઘુતમ તાપમાન 18.7 ડીગ્રી નોંધાયું, ઝાકળથી સવારે રાજમાર્ગો પણ ભીના થઈ ગયા

સામાન્ય ઠંડક વચ્ચે આજે સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સવારે હવામાં ભેજ વધુ રહેતા ઝાકળવર્ષા થવા પામી હતી. વહેલી સવારે ઝાકળના કારણે રોડ-રસ્તાઓ પણ ભીના થઈ જવા પામ્યા હતા. આજે સવારે રાજકોટનું લઘુતમ તાપમાન 18.7 ડિગ્રી નોંધાયું હતું. જયારે હવામાં ભેજ 94 ટકા રહેતા સવાર ઝાકળભીની રહી હતી. અને સવારે પવનની સરેરાશ ઝડપ 8 મીમી રહેવા પામી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ ઉપરાંત આજે વહેલી સવારે સૌરાષ્ટ્રમાં પણ વિવિધ સ્થળોએ ઝાકળવર્ષા થવા પામી હતી.આ સાથે આજે પણ સવારે રાજયમાં દરેક સ્થળોએ ડબલ ડીઝીટમાં તાપમાન નોંધાવા પામ્યું હતું. આજે સવારે અમદાવાદમાં 17, અમરેલીમાં 17.3, વડોદરામાં 14.4 ભાવનગરમાં 17.4 અને ભુજ ખાતે 17.6 ડિગ્રી લઘુમત તાપમાન નોંધાયા પામ્યું હતું.ભુજ ઉપરાંત આજે સવારે ડીસામાં 17.8, દમણમાં 16, દિવમાં 17, દ્વારકામાં 22.2 અને ગાંધીનગરમાં 16.2 ડિગ્રી તેમજ જુનાગઢમાં 21.3 ડિગ્રી, કંડલામાં 16.5 અને નલિયા ખાતે 14.8 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.

Read About Weather here

દરમ્યાન આજે સવારે ઓખામાં 21.8 પાટણમાં 17.4, પોરબંદરમાં 17 તથા સુરતમાં 16 અને વેરાવળમાં 19.3 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું. એકંદરે રાજયમાં આજે ઠંડીનું પ્રમાણ સાવ નહીંવત રહ્યું હતું અને સવારે ઝાકળવર્ષા થવા પામી હતી.સમગ્ર સૌરાષ્ટ્રની સાથો-સાથ આજે સવારે રાજકોટમાં પણ હવામાં ભેજ વધુ રહેતા ઝાકળવર્ષા થઈ હતી. જેનાં પગલે આહલાદક વાતાવરણ છવાયું હતું. ઝાકળથી સવારે રાજમાર્ગો પણ ભીના થઈ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here