‘દૃશ્યમ 2’ 200 કરોડ ક્લબમાં સામેલ થઈ

'દૃશ્યમ 2' 200 કરોડ ક્લબમાં સામેલ થઈ
'દૃશ્યમ 2' 200 કરોડ ક્લબમાં સામેલ થઈ
‘દૃશ્યમ 2’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. હવે આ ફિલ્મ 200 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. અજયના કરિયરની આ ત્રીજી ફિલ્મ 200 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. આ ફિલ્મે 203.59 કરોડની કમાણી કરી છે. આ પહેલા અજયની ‘તાન્હાજી’ તથા ‘ગોલમાલ અગેઇન’ 200 કરોડ ક્લબમાં સામેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મનું લેટેસ્ટ કલેક્શન શૅર કરીને કહ્યું હતું, ‘દૃશ્યમ 2’ 200 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. અજયની ડબલ સેન્ચુરી લગાવનારી ત્રીજી ફિલ્મ છે. 2017માં ‘ગોલમાલ અગેન’ 24 દિવસમાં, 2020માં ‘તાન્હાજી’ 15 દિવસમાં તથા ‘દૃશ્યમ 2′ 23 દિવસમાં 200 કરોડ ક્લબમાં સામેલ થઈ. વીક 4: શુક્રવાર 2.62 કરોડ, શનિવાર 4.67 કરોડ, કુલઃ 203.59 કરોડ.’ આ ફિલ્મ નોન હોલીડે પર રિલીઝ થઈ હતી.

Read About Weather here

‘દૃશ્યમ 2’નું બજેટ 60 કરોડની આસપાસ હતું. ફિલ્મે ત્રીજા જ દિવસે બજેટ કરતાં વધુ કમાણી કરી હતી. આ ફિલ્મને અભિષેક પાઠકે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અજય ઉપરાંત તબુ, શ્રિયા સરન, અક્ષય ખન્ના તથા ઈશિતા દત્તા છે. ફિલ્મના પહેલા ભાગને નિશિકાંત કામતે ડિરેક્ટ કર્યો હતો. જોકે, તેમના અવસાન બાદ ફિલ્મના પ્રોડ્યૂસર અભિષેકે બીજા ભાગને ડિરેક્ટ કર્યો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here