જૂનાગઢ, ગોંડલ સહિતના ટૂંકા રૂટ પર હવે એસ.ટી ઇલેક્ટ્રિક બસ દોડાવશે

જૂનાગઢ, ગોંડલ સહિતના ટૂંકા રૂટ પર હવે ST ઇલેક્ટ્રિક બસ દોડાવશે
જૂનાગઢ, ગોંડલ સહિતના ટૂંકા રૂટ પર હવે ST ઇલેક્ટ્રિક બસ દોડાવશે
રાજકોટથી મોરબી અને રાજકોટથી જામનગર રૂટ ઉપર એસ.ટી નિગમે ઇલેક્ટ્રિક બસ શરૂ કર્યા બાદ હવે રાજકોટ ડિવિઝનના ટૂંકા રૂટ ઉપર મોટા ભાગે ઇલેક્ટ્રિક બસ જ દોડાવવામાં આવશે તેવું નિગમના અધિકારીઓ જણાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમ જેમ ડિવિઝનમાં નવી ઇલેક્ટ્રિક બસ આવશે તેમ તેમ અન્ય ટૂંકા રૂટ જેવા કે રાજકોટથી ગોંડલ, જૂનાગઢ ઉપર નવી બસ દોડાવવામાં આવશે.હાલ રાજકોટથી જામનગર રૂટ પર 10 જેટલી નવી ઇલેક્ટ્રિક બસ દોડી રહી છે જેનું ભાડું રૂ.126 રખાયું છે. એવી જ રીતે મોરબી રૂટ ઉપર પણ 5 જેટલી ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવી રહી છે.

હાલમાં રાજકોટ ખાતે એક જ ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઇન્ટ હોય બસના રૂટ ઓછા રાખવામાં આવ્યા છે. આગામી સમયમાં રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને જામનગર ખાતે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઇન્ટ શરૂ કરી ટ્રિપની સંખ્યા વધારવામાં આવશે. હાલમાં એકવખતના ચાર્જિંગ બાદ આ ઇલેક્ટ્રિક બસ 180 કિલોમીટર સુધી દોડાવી શકાય છે.

Read About Weather here

આ બસમાં મોરબી-રાજકોટ વચ્ચે રૂપિયા 90 ભાડું નક્કી કરવામાં આવ્યું છે. હજુ આગામી દિવસોમાં એસ.ટી નિગમમાં નવી 50 જેટલી ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે. એસ.ટી નિગમમાં અમદાવાદ-ગાંધીનગર, કૃષ્ણનગર-વડોદરા રૂટ પર પણ ઇલેક્ટ્રિક એસ.ટી બસ દોડાવવામાં આવી રહી છે. હવે ધીમે ધીમે ઈલેક્ટ્રિક બસના વપરાશ તરફ ઝડપી રીતે આગળ વધી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here