બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ટોચની અભિનેત્રી એન્ડ્રિલા શર્માનું કેન્સર સામે જંગ લડતા-લડતા નિધન થઇ ગયું. બે વાર આ ઘાતક બીમારીને મ્હાત આપનારી અન્ડ્રિલાએ 20 નવેમ્બરે કેન્સર સામે હારી આ દુનિયાને અલવિદા કહી દીધું. 24 વર્ષીય એંડ્રિલા શર્માનું રવિવારે નિધન થયું હતું. મલ્ટિપલ કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
એક્ટ્રેસે 12.59 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને CPR સપોર્ટ પણ આપવામાં આવ્યો હતો. તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું હતું. એન્ડ્રિલા શર્માને 1 નવેમ્બર 2022ના રોજ બ્રેઈન સ્ટ્રોક આવ્યો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
Read About Weather here
તે ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતી. તેનો પરિવાર હોસ્પિટલના વધતા બિલથી પણ પરેશાન હતો, ત્યારબાદ બોલિવૂડના ફેમસ સિંગર અરિજીત સિંહે મદદનો હાથ લંબાવ્યો હતો. રિપોર્ટ અનુસાર, 12 લાખથી વધુ હોસ્પિટલનો ખર્ચ થયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here