એક્ટર સોનુ સૂદે ઉત્તર રેલવેની માફી માગવી પડી

એક્ટર સોનુ સૂદે ઉત્તર રેલવેની માફી માગવી પડી
એક્ટર સોનુ સૂદે ઉત્તર રેલવેની માફી માગવી પડી
કોરોનાકાળમાં ગરીબોનો મસીહા બનેલો એકટર સોનુ સૂદ આજકાલ ફરી ચર્ચામાં છે. પરંતુ અત્યારે કોઇની મદદ માટે નહીં પણ રેલવેની ટીકાને કારણે તેને માફી માગવાનો વારો આવ્યો. વાસ્તવમાં સોનુ સૂદે સોશિયલ મીડિયા પર ચાલતી ટ્રેનના દરવાજા પર બેસીને એક વીડિયો શેર કર્યો છે.આ વીડિયો પર જ્યાં તેના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થયા હતા. પરંતુ ઉત્તર રેલવેએ તેને આ વીડિયો માટે ઠપકો આપ્યો અને તેને ખતરનાક ગણાવ્યો હતો. રેલવે દ્વારા ઠપકો આપ્યા બાદ હવે સોનુ સૂદે માફી માંગી લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

સોનુ સૂદનો આ વીડિયો ડિસેમ્બર મહિનાનો છે. તેને સોનુ સૂદે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી 13 ડિસેમ્બરે શેર કર્યું હતું. આ વીડિયોમાં તે ટ્રેનના ફૂટબોર્ડ પર મુસાફરી કરતો જોવા મળ્યો હતો. આટલું જ નહીં, જ્યારે ટ્રેન ઉભી રહી ત્યારે સોનુ સૂદે સ્ટેશન પરના નળમાંથી પાણી પણ પીધું હતું. આ પાણી પીધા બાદ તેણે તેના વખાણ પણ કર્યા હતા. સોનુએ કહ્યું હતું કે આ પાણીની સામે બોટલનું પાણી નિષ્ફળ ગયું છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો મૂક્યા બાદ બુધવારે ઉત્તર રેલવેએ એક ટ્વિટમાં તેને ઠપકો આપ્યો હતો. આ ટ્વિટમાં ઉત્તર રેલ્વેએ લખ્યું હતુ કે…
પ્રિય સોનુ સૂદ, તમે દેશ અને દુનિયાના કરોડો લોકો માટે આદર્શ છો. ટ્રેનના પગથિયાં પર મુસાફરી કરવી ખતરનાક છે, આ પ્રકારનો વીડિયો તમારા ફેન્સને ખોટો સંદેશ જાય છે. મહેરબાની કરીને આવું ન કરો. સરળ અને સલામત મુસાફરીનો આનંદ માણો.

Read About Weather here

સોનુએ ટ્વિટર પર એક ટ્વિટ કરીને માફી માંગતા ટ્વીટમાં લખ્યું કે…
માફ કરજો હું એ જોવા બેઠો છું કે તે લાખો ગરીબ લોકો કેવું અનુભવી રહ્યા હશે, જેમની જિંદગી હજુ પણ ટ્રેનના દરવાજેથી પસાર થાય છે. આ સંદેશ માટે અને દેશની રેલવે વ્યવસ્થામાં સુધારો કરવા બદલ આભાર.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here